Not Set/ જામનગરમાં જુગાર કલબ ઝડપાયુ, માણસો બોલાવી પોલીસે જ રચી જુગાર ક્લબ

જામનગર, જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં દિવ્યમ પાર્ક સોસાયટીમાં પોલીસકર્મી દ્વારા જુગાર કલબ ચલાવાતી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. દ્વારકા જિલ્લાના ભાણવડમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો આ શખ્સ ગુનાહિત ભૂતકાળ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારના પોતાના ફલેટમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાનું સીટી સી ડિવિઝન પોલીસ દફતરના […]

Top Stories Gujarat
fdssafsdfsdfdsfsdfsdafsdf જામનગરમાં જુગાર કલબ ઝડપાયુ, માણસો બોલાવી પોલીસે જ રચી જુગાર ક્લબ

જામનગર,

જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં દિવ્યમ પાર્ક સોસાયટીમાં પોલીસકર્મી દ્વારા જુગાર કલબ ચલાવાતી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

દ્વારકા જિલ્લાના ભાણવડમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો આ શખ્સ ગુનાહિત ભૂતકાળ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારના પોતાના ફલેટમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાનું સીટી સી ડિવિઝન પોલીસ દફતરના સ્ટાફને ધ્યાને આવ્યું હતું.

ત્યારે આ દરમિયાન પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં કોન્સ્ટેબલ પીઠા વજશી ચેતરીયા, ચેતન મહેતા, મનસુખ રાઠોડ, કૈલાશ દવે, જગમાલ વશરા, મહમદ સફીયા નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને રૂા.39,940ની રોકડ, બે મોટરસાઇકલ, ચાર મોબાઇલ સહિત રૂા.84, 440ની મતા પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામના પીઠા ચેતરીયા વર્ષ 2006માં લોકરક્ષક તરીકે પોલીસ વિભાગમાં નિમણુંક પામ્યા હતાં અને વર્ષ 2011માં તેઓને કાયમી નિમણુંક આપવામાં આવી હતી.

કાયમી થયા બાદ તેમની સામે જામનગરમાં મનીલોન્ડરીંગ, છેતરપીંડી, કાવત્રા સહિતની બે ફરિયાદ નોંધાઇ છે.  પંચકોશી બી ડિવિઝનની ફરિયાદ સંદર્ભે વર્ષ 2014માં તેઓની ધરપકડ કરવામાં આવતા સસ્પેન્ડ કરાયા હતાં.

ત્યારબાદ ચાલુ વર્ષે માર્ચ મહિનામાં તેઓને ભાવનગર ખાતે પુન: ફરજ પર નિમણુંક આપવામાં આવી હતી. ત્યાથી બદલી પામી દેવભૂમિ દ્વારકાના ભાણવડ ખાતે બદલી પામેલા આ કોન્સ્ટેબલ હાલ જામનગરમાં રહે છે..