Not Set/ સુરતમાં રમતા રમતા બાળકીને મળ્યું મોત, જાણો શું છે સમગ્ર ઘટના

ગોડાદરામાં નિર્માણાધિન બિલ્ડીંગ રાજ આઈકોન ખાતે રહેતા તુલસી યાદવ ત્યાં જ કન્સટ્રક્શન સાઈટ પર મજુરી કામ કરે છે. સોમવારે તેઓ પાંચમા માળે કન્સટ્રક્શનનું કામ કરતા હતા અને નજીકમાં તેમની પુત્રી ચાંદની રમતી હતી.

Gujarat Surat

સુરતમાંથી વાલીઓ માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોડાદરામાં નિર્માણાધિન બિલ્ડિંગમાં પાંચમા માળેથી પટકાતા બાળકીનું મોત થયુ છે. રમતા રમતા બાળકી નીચે પટકાતા મોત થયુ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર,ગોડાદરામાં નિર્માણાધિન બિલ્ડીંગ રાજ આઈકોન ખાતે રહેતા તુલસી યાદવ ત્યાં જ કન્સટ્રક્શન સાઈટ પર મજુરી કામ કરે છે. સોમવારે તેઓ પાંચમા માળે કન્સટ્રક્શનનું કામ કરતા હતા અને નજીકમાં તેમની પુત્રી ચાંદની રમતી હતી. દરમિયાન રમતા રમતા ચાંદની અકસ્માતે પાંચમા માળેથી નીચે પટકાઈ હતી. જેથી ગંભીર રીતે ઘવાયેલી માસુમ ચાંદનીને સારવાર માટે તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

બનાવની જાણ થતા ગોડાદરા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો:હાર્દિક પટેલે આપ્યું કોંગ્રેસમાંથી રાજીનામું, શું જોડાશે ભાજપમાં?

આ પણ વાંચો:બુરખો પહેરેલા આતંકવાદીએ દુકાન પર ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો, એકનું મોત

આ પણ વાંચો:ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે મુસ્લિમ પક્ષને કાનૂની સહાય આપવાની કરી જાહેરાત