America/ પ્રમુખ જો બિડેનની ટીમમાં સામેલ આ કચ્છી કન્યાએ વધાર્યું ગુજરાતનું ગૌરવ

પ્રમુખ જો બિડેનની ટીમમાં કચ્છી કન્યાએ વધાર્યું ગુજરાતનું ગૌરવ

Top Stories Gujarat Others

@કૌશિક છાયા, કચ્છ

અમેરિકી નવા  ચૂંટાયેલા રાષ્ટ્રપતિએ પોતાની ટીમમાં એક ગુજરાતી યુવતીને સામેલ કર્યા છે. મૂળ કચ્છનાં માંડવી તાલુકાના દુર્ગાપુરની યુવતીને ડેપ્યુટી એસોસીએટ્સ કાઉન્સિલની જવાબદારી સોંપવામાં આવી છે.

અમેરિકન પ્રમુખ જો બાઇડનની ટીમમાં કચ્છી કન્યા રીમા શાહની ડેપ્યુટી એસોસિએટ્સ તરીકે વરણી થતા હર્ષની લાગણી ફેલાઈ છે.  નોંધનીય છે કે, ટિમ બિડેનમાં બે ગુજરાતી સહિત 20 ભારતીયોને જવાબદારી સોંપાઈ છે. જેમાં રીમા શાહની અમેરિકાના રાજકારણમાં ઉચ્ચ હોદા પર નિમણૂક થતા કચ્છનું ગૌરવ વધાર્યું છે. મૂળ કચ્છના પ્રીતિબેન ભરતભાઇ ચનાની પુત્રીને આ સ્થાન મળતા વિશા ઓસવાલ મૂર્તિ પૂજક જૈન સમાજમાં આનંદની લાગણી પ્રસરી છે.

બિડેન-હેરિસ ટીમ માટે ચૂંટણી માટે કેમ્પેનીંગ ટીમમાં મહતવની ભૂમિકા ભજવનાર રીમા શાહને ડેપ્યુટી એસોસિયેટ કાઉન્સેલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Surat / કીમમાં ગમખ્વાર અકસ્માત મામલે CM અને PM એ કરી આવી જાહેરાત…

રીમા શાહ લાથમ એન્ડ વોટકિન્સ ખાતે સહયોગી અને ન્યાય વિભાગના સોલિસીટર જનરલની ઓફિસમાં બ્રિસ્ટો ફેલો હતા. તેમણે યુ.એસ. સુપ્રીમ કોર્ટમાં જસ્ટીસ એલેના કાગન અને ડી.સી. સર્કિટ માટેની યુ.એસ. કોર્ટ ઓફ અપીલ્સ પર ન્યાયાધીશ શ્રીનિવાસનને લો ક્લાર્ક તરીકે સેવા આપી હતી. મૂળ ન્યુ જર્સીની, રીમા શાહ કેમ્બ્રિજ યુનિવર્સિટી અને યેલ લો સ્કૂલના હાર્વર્ડ કોલેજમાંથી સ્નાતક છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…