@સાગર સંઘાણી
Jamnagar News: જામનગર જીલ્લામાં નકલી તબીબોનો (Fake Doctors)રાફડો ફાટ્યો છે તેવું જોવા મળી રહ્યું છે. જામનગરના મેઘપર (Meghpar) ગામમાંથી બોગસ તબીબ ઝડપાતા ચકચાર મચી ગઈ છે. મેઘપરના પતરા માર્કેટમાં અવજીત બિશ્વાસ નામનો શખ્સ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હતો. બાતમીના આધારે જામનગર એસઓજીની (SOG) ટીમે બોગસ તબીબને ઝડપી પાડી દવાઓ, ઈન્જેક્શન સહિતના મશીનો જપ્ત કર્યા છે. મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
રાજ્યમાં એક પછી એક બોગસ તબીબો પકડાતાં લોકોને અસલી તબીબો પરથી ભરોસો ઉઠી રહ્યો છે. આવા શખ્સ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તંત્ર સજાગ થયું છે. ત્યારે જામનગર જીલ્લાના લાલપુરના મેઘપર ગામમા પતરા માર્કેટમાં અવજીત બિશ્વાસ નામનો મૂળ બંગાળી શખ્સ નકલી તબીબ બની પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું હતું.
આ બાતમીના આધારે જામનગર એસઓજી પોલીસે શખ્સને વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરતા ઝડપી પાડ્યો છે. ડિગ્રી ન હોવા છતાં અવજીત બિશ્વાસ ક્લિનિક ચલાવતો હતો. એસઓજીએ તબીબને ઝડપી નકલી દવાઓ, ઈન્જેક્શન, સ્ટેથોસ્કોપ, બી.પી. માપવાનું મશીન સહિત રૂપિયા 3696નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે દરોડો પાડી કાર્યવાહી કરી શખ્સની ધરપકડ કરી છે. તેમજ તેની વિરૂદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
થોડા સમય અગાઉ જામનગરના સચાણા ગામમાંથી બોગસ તબીબ ઝડપાયો હતો. એસઓજીની ટીમને ગેરકાયદેસર ક્લિનિક ચાલી રહ્યું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે દરોડો પાડતાં ઈસ્માઈલ શેખ નામના નકલી તબીબની ધરપકડ કરાઈ હતી.
આ પણ વાંચો:ગુજરાતમાં શિયાળાની ઋતુમાં ઉનાળા જેવો અનુભવ
આ પણ વાંચો:ઈડર એપીએમસી બજારમાં સતત 12 કલાકથી વધુ ચાલી રહેલું સર્ચ ઓપરેશન, રેશનિંગનાં ચોખાનો જથ્થો ઝડપાયો
આ પણ વાંચો:Sugar Sector/ખરાબ વાતાવરણે બાજી બગાડી, દક્ષિણ ગુજરાતમાં સુગર સેક્ટરને લાગશે ફટકો