Ahmedabad News: પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) ભરતી (PSI Recruitment) માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. PSI કેડરની લેખિત પરીક્ષા 19 એપ્રિલે યોજાશે, જ્યારે પરીક્ષાના કોલલેટર (Admit Card) 13 એપ્રિલથી ડાઉનલોડ માટે ઉપલબ્ધ થશે.
કોલલેટર OJAS પોર્ટલ પરથી ડાઉનલોડ થશે
ઉમેદવારો પોતાના કોલલેટર OJAS Portal પરથી ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે. પરીક્ષા માટે હાજર રહેવા કોલલેટર અનિવાર્ય રહેશે.
બે પેપરની લેખિત પરીક્ષા
PSI ભરતી (PSI Recruitment) માટે 19 એપ્રિલે પેપર-1 અને પેપર-2ની લેખિત પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારોને બંને પેપર માટે અલગ-અલગ તૈયારી રાખવાની સલાહ આપવામાં આવે છે.
ઉમેદવારો માટે સૂચનાઓ
કોલલેટર સમયસર ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢવી
પરીક્ષા કેન્દ્ર પર સમયસર હાજર રહેવું
ઓળખપત્ર સાથે રાખવો
પરીક્ષા સંબંધિત તમામ સૂચનાઓનું પાલન કરવું
આ પણ વાંચો:ગુજરાત PSI ભરતીનું અંતિમ પરિણામ જાહેર, 472 ઉમેદવારો પસંદ
આ પણ વાંચો:લોકરક્ષક અને PSI ભરતી મુદ્દે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, બાકી રહેલા ઉમેદવારો માટે ફરી…
