Not Set/ સુગર ખેડૂતોને પ્રતિ ટન શેરડીએ ઇનસેન્ટિવ તો શેરડી કાપતા મજૂરોને પણ ટને 15 રૂપિયાનું વધુ વળતર

સાયણ સુગર ખેડૂત સભાસદોના હિતમાં લીધો મહત્વનો નિર્ણય, વધુ પડતા તડકાને લીધે શેરડીનું વજન આવતું હોય છે ઓછું

Gujarat Others

સાયણ સુગર ખેડૂત સભાસદોના હિતમાં લીધો મહત્વનો નિર્ણય

વધુ પડતા તડકાને લીધે શેરડીનું વજન આવતું હોય છે ઓછું

દક્ષિણ ગુજરાતના ખેડૂતોની આજીવિકા સમાન સુગરમિલોમાં શેરડીની કાપણી લંબાતા ખેડૂતોને ઇનસેન્ટિવ પેટે નક્કી કર્યા મુજબ વધારાની રકમ આપતા આવતા આવ્યા છે ત્યારે હાલ સુગરોમાં ચાલી રહેલ પીલાણ સીઝનમાં સાયણ સુગરે 1મેં 2021માં શેરડી પીલાણ થવાની હોય એવા શેરડીના ખેડૂતોને ઇનસેન્ટિવ પેટે રૂપિયા60નો વધારો આપવાનો ખેડૂત સભાસદો ના હિતમાં નક્કી કર્યું હતું, કારણ કે હાલ જિલ્લામાં પ્રકોપ તડકો પડી રહ્યો છે જેને લઈને શેરડીના ઉત્પાદનમાં ઘટાડો અને શેરડીમાં વજન ઓછું આવી રહ્યું છે. જેથી ખેડૂતોને વધુ ફટકો ન પડે તે માટે સુગરે નિર્ણય લીધો હતો.

સુગર ખેડૂતો સાથે શેરડી કાપતા મજૂરોને પણ ટને 15 રૂપિયાનું વધુ વળતર આપશે

સાયણ સુગરના ચેરમેન રાકેશ પટેલએ જણાવ્યું હતું કે સાયણ સુગરના ખેડૂતો સભાસદોને વધુ વળતર આપવાના સાથે શેરડી કાપતા મજૂરોને કામગીરીમાં પોત્સાહન મળે અને તેઓને સારું વળતર મળે હેતુથી તેઓને ટન દીઠ 15 રૂપિયા વધુ આપવામાં આવશે,ત્યારે સાયણ સુગરએ ટન દીઠ ખેડૂતો ને 60 અને મજૂરોને 15 રૂપિયાનું વળતર જાહેર કરતા ખેડૂત અને સભાસદોને હિતમાં મહત્વનો નિર્ણય કર્યાનું કહેવાય છે