Rajkot News/ રાજકોટમાં ઐતિહાસિક રાષ્ટ્રીય શાળામાં સગીરો સાથે દુષ્કૃત્યનો મામલો, જુઓ વિડિયો

રાજકોટની ઐતિહાસિક Rashtriya Shalaમાં સગીરો સાથે દુષ્કૃત્યનો ગંભીર મામલો સામે આવ્યો…ફરિયાદ બાદ ગણતરીની કલાકોમાં જ આરોપીઓ ઝડપાયા.

Top Stories Rajkot Breaking News
Rashtriya Shalaમાં કુકર્મ કાંડ, વીડિયો સામે આવતા ચકચાર

Rajkot News: શહેરની ઐતિહાસિક અને પ્રખ્યાત રાષ્ટ્રીય શાળા (Rashtriya Shala)માં સગીરો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય (Act against nature)નો ગંભીર મામલો સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ શાળા (Rashtriya Shala) તે સ્થળ તરીકે જાણીતી છે જ્યાં Mahatma Gandhiએ ઉપવાસ કર્યો હતો, જેને કારણે આ ઘટના વધુ સંવેદનશીલ બની છે. મળતી માહિતી મુજબ, રાષ્ટ્રીય શાળામાં બે સગીરો સાથે સુષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાનો વિડિયો સામે આવતા મામલો વધુ ગંભીર બન્યો છે.

સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યની ફરિયાદ નોંધાતા જ કાર્યવાહી

આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે આ કેસમાં સંદીપ કણસાગરા ઉર્ફ લાલા પટેલ અને જયેશ મજેઠીયા નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

લાંબા સમયથી શોષણનો આક્ષેપ

પ્રાથમિક તપાસ મુજબ, બંને આરોપીઓ છેલ્લા એક વર્ષથી સગીરોનું શોષણ કરતા હતા. સગીરો રાષ્ટ્રીય શાળા (Rashtriya Shala)માં આવેલા પાણીના પ્લાન્ટમાં મજૂરી કરતા હતા અને તેમને ડરાવી-ધમકાવીને આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે.

ઐતિહાસિક સ્થળે ઘટના, ઉઠ્યા સવાલો

આ ઘટના એવા સ્થળે બની છે જ્યાં દેશ-વિદેશના લોકો મુલાકાત લેવા આવે છે, જેના કારણે સમગ્ર મામલે અનેક સવાલો ઊભા થયા છે. પોલીસે મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખીને વધુ તપાસ શરૂ કરી છે અને તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:સુરતમાં રીક્ષાચાલક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારના ત્રણની ધરપકડ

આ પણ વાંચો:ભત્રીજીને રાજકોટ લઈ જઈને ફૂઆએ દુષ્કર્મ આચર્યું, ગર્ભ રહી જતા ફૂટ્યો ભાંડો, સાવરકુંડલામાં વિદ્યાર્થીની સાથે શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

આ પણ વાંચો:અમરેલીમાં શિક્ષકે સગીર વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું