Ahmedabad News: આજથી અમૂલ બ્રાન્ડ હેઠળ વેચાતા દૂધના ભાવમાં વધારો થયો છે. ગુજરાત અને સાબરકાંઠા સહિત અન્ય રાજ્યોમાં અમૂલ દૂધના તમામ ઉત્પાદનોના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
સાબરડેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર, અમૂલ 500 mlનો ભાવ રૂ.33થી વધીને રૂ.34 થયો છે. અમુલ શક્તિ હવે રૂ.30ને બદલે રૂ.31માં મળશે. બંને પ્રકારના દૂધ 500 એમએલના પાઉચમાં વેચાય છે.
અન્ય દૂધની વાત કરીએ તો, 1 લીટર અમુલ ટી-સ્પેશિયલ પાઉચ હવે રૂ.63માં મળશે. અમુલ તાજા રૂ.28માં ઉપલબ્ધ રહેશે. ભેંસના દૂધના ભાવમાં પણ રૂ.1નો વધારો કરાયો છે. 500 એમએલનું પાઉચ હવે રૂ.36ને બદલે રૂ.37માં મળશે.
જોકે, કંપનીઓ દૂધના ભાવ વધારવાનું કોઈ કારણ જણાવતી નથી. પરંતુ પરિવહન ખર્ચ, ઉનાળાની ઋતુમાં ઘાસચારાની અછત, ખર્ચ વગેરે જેવા કારણોને લીધે ભાવમાં વધારો થાય છે. એટલું જ નહીં અન્ય દૂધ કંપનીઓ પણ પોતાનો નફો મેળવવા માટે દૂધના ભાવમાં વધારો કરે છે. આ ઉપરાંત દૂધ ઉત્પાદક સંઘો અને સહકારી મંડળીઓ પણ કંપનીઓ પાસેથી ખેડૂતોને દૂધ માટે અપાતા ભાવમાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા.
આ પણ વાંચો:અમુલ અને મધર ડેરીના પગલે બરોડા ડેરી, દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કર્યો
આ પણ વાંચો:અમૂલ બાદ મધર ડેરીએ વધાર્યા ભાવ
આ પણ વાંચો:અમૂલ અને મધર ડેરીનું દૂધ આજથી 2 રૂપિયા મોંઘુ થયું, જાણો નવા ભાવ

