આજે દિલ્હીનાં લોકો મતદાન કરી રહ્યા છે અને આગામી 48 કલાકમાં ખબર પડશે કે દિલ્હીવાસીઓએ કોને મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડ્યા છે. દિલ્હી ચૂંટણીનાં દિવસે કેન્દ્રીય પ્રધાન અને ભાજપનાં નેતા ગિરિરાજસિંહે દિલ્હીની જનતાને આમ આદમી પાર્ટી વિરુદ્ધ મત આપવા નીકળવાની અપીલ કરી છે. કેન્દ્રીય મંત્રીએ તેની પાછળ શાહીન બાગનો મુદ્દો પણ જણાવ્યો કે, કેવી રીતે શાહીન બાગમાં પ્રદર્શન કરનારા વિરોધીઓ સીએમ કેજરીવાલને ટેકો કરવા માટે મત આપવા ગયા.
“શાહીન બાગનાં સમર્થકો કેજરીવાલને મત આપવા માટે બહાર આવ્યા છે.”
હું દિલ્હીની જનતાને અપીલ કરું છું કે જો શાહીન બાગને રોકો.. દિલ્હીને ઇસ્લામિક રાજ્ય બનતા બચાવવાનું છે, તો બહાર નીકળીને ભાજપને મત આપો.
તમારી માહિતી માટે જણાવી દઈએ કે, દિલ્હીનાં શાહીન બાગ વિસ્તારમાં લોકો લગભગ બે મહિનાથી નાગરિકતા સુધારા બિલનો વિરોધ કરી રહ્યા છે. શાહીન બાગ અંગે ભાજપનાં મંત્રીએ એટલા માટે નિવેદન આપ્યું કારણ કે છેલ્લા બે મહિનાથી શાહીન બાગનો મુદ્દો સમગ્ર ચૂંટણીનો કેન્દ્ર બિંદુ બની રહ્યો હતો.
दिल्ली विधानसभा चुनाव के लिए आज मतदान का दिन है। सभी मतदाताओं से मेरी अपील है कि वे अधिक से अधिक संख्या में लोकतंत्र के इस महोत्सव में भाग लें और वोटिंग का नया रिकॉर्ड बनाएं।
— Shandilya Giriraj Singh (@girirajsinghbjp) February 8, 2020
આ સાથે ગિરીરાજસિંહે દિલ્હીની ચૂંટણી માટે મતદાન કરવાની અપીલ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
