Not Set/ #DelhiAssemblyElection2020/ કુમાર વિશ્વાસે લોકોને CM કેજરીવાલને હરાવવાની કરી અપીલ, મળ્યો આ જવાબ

કવિ અને રાજનેતા કુમાર વિશ્વાસ હંમેશાં આમ આદમી પાર્ટી અને તેના પ્રમુખ અરવિંદ કેજરીવાલ પર નિશાનો સાધતા હોય છે. આજે દિલ્હીની 70 વિધાનસભા બેઠકો પર મતદાનની વચ્ચે, તેમણે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને અરવિંદ કેજરીવાલને હરાવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, લાંછનને ધોઈ નાખવાનો સમય આવી ગયો છે. કુમાર વિશ્વાસની આ ટિપ્પણી […]

Top Stories Gujarat Assembly Election 2022 India

કવિ અને રાજનેતા કુમાર વિશ્વાસ હંમેશાં આમ આદમી પાર્ટી અને તેના પ્રમુખ અરવિંદ કેજરીવાલ પર નિશાનો સાધતા હોય છે. આજે દિલ્હીની 70 વિધાનસભા બેઠકો પર મતદાનની વચ્ચે, તેમણે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને અરવિંદ કેજરીવાલને હરાવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, લાંછનને ધોઈ નાખવાનો સમય આવી ગયો છે. કુમાર વિશ્વાસની આ ટિપ્પણી પર લોકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

કુમાર વિશ્વાએ ટવીટ કરીને કહ્યું હતું કે, “છેલ્લા 5 વર્ષનાં કલંકને ધોવાનો સમય છે, દિલ્હીની જનતા મતની ઈજાને સમજે, દેશ, આશાઓ, સૈન્ય, મિત્રતા અને વિશ્વાસને મારનારા રાજકીય એડ્સ આત્મમુગ્ધ ગઢીયાઓનાં દુષ્ટ ઇરાદાઓને તોડવાનો સમય છે.” ઘરોમાંથી બહાર નીકળો, જણાવો કે જો તમે તેને બનાવી શકો છો, તો પછી તમે તેને નષ્ટ પણ કરી શકો છો.

આ રહ્યા તે ટ્વીટ જેના પર કુમાર વિશ્વાસને વળતો મળ્યો જવાબ

શિવમ અગ્રવાલ નામના આ યૂઝર્સે લખ્યુ કે, કુમાર ભૈયા તમારા કહેવા પર દિલ્હીમાં આ વખતે 50 વોટ પણ નહી પડે. તમારો ગુસ્સો જોઇને તરસ આવે છે પણ શું કરીએ. દિલ્હી કરશે કામ પર વોટ.

આ યૂઝર્સે લખ્યુ છે કે, દિલ્હી બદુ સમજણ ધરાવે છે. તમે શપથવિધિમાં આવતા રહેજો, દિલ્હીનો નાયક હૈટ્રિક બનાવવા જઇ રહ્યો  છે.

https://twitter.com/RitujainMe/status/1226005210549686273?s=20

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.