Junagadh News : જુનાગઢ પોલીસે એક નકલી આર્મી મેનની ધરપકડ કરી છે. આ અંગે પોલીસને ફરિયાદ મળી હતી. બાદમાં ફરિયાદને આધારે પોલીસે આ નકલી આર્મી મેનને ઝડપી લીધો હતો. યુવાનોને નોકરીની લાલચ આપીને છેતરપિંડી કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.આ નકલી આર્મી મેને રેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપીને એક વ્યક્તિ પાસેથી રૂ.3,00,000 પડાવ્યા હતા. આરોપીએ આર્મીના કેપ્ટન તરીકેની ઓળખ આપીને રેલવેમાં લોકોને પાયલટની નોકરી અપાવવાની લાલચ ઈપી હતી.
જેને પગલે ગીર સોમનાથમાં રહેતા પ્રવિણ સોલંકી નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. આરોપી પાસેથી પોલીસે નકલી આઈકાર્ડ અને યુનિફોર્મ કબજે કર્યા હતા.પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રકારે તેણે અન્ય લોકોને પણ ફસાવ્યા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ભોગ બનનારાઓને ફરિયાદ કરવા આગળ આવવા અપીલ કરી છે.
આ પણ વાંચો: પાટણ જિલ્લામાં હવે ખાતરનો કાળો કારોબાર
આ પણ વાંચો: દાહોદમાં યુરિયા ખાતરની કાળાબજારી, વેપારીઓની ખુલેઆમ લૂંટ
આ પણ વાંચો: કૃષિ મંત્રી રાઘવજી પટેલ ‘રાજ્યમાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ,ખાતરની નથી કયાંય અછત’
