Gandhinagar News/ કૃષિ મંત્રી રાઘવજી પટેલ ‘રાજ્યમાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ,ખાતરની નથી કયાંય અછત’

આજે ગાંધીનગરમાં વિધાનસભા ગૃહ ખાતે ખાતરની ઉપલબ્ધતા અંગે પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Cricket Tutorials YouTube Thumbnail 22 3 કૃષિ મંત્રી રાઘવજી પટેલ 'રાજ્યમાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ,ખાતરની નથી કયાંય અછત'

Gandhinagar News: આજે ગાંધીનગરમાં વિધાનસભા ગૃહ ખાતે ગુજરાતમાં ખાતરની ઉપલબ્ધતા અંગે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં ક્યાંય પણ ખાતરની અછત ન સર્જાય, તે માટે ભારત સરકારે ગુજરાતને માંગણી કરતા વધુ ખાતરનો જથ્થો પૂરો પાડ્યો છે.

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક, મોડી રાતે હોસ્પિટલ  ખસેડાયા, તબિયત સુધારા પર | State Agriculture Minister Raghavji Patel  suffers brain stroke - Gujarat Samachar

છેલ્લા એક વર્ષમાં ભારત સરકાર સમક્ષ યુરિયા ડી.એ.પી અને અન્ય ખાતર મળીને કુલ ૫૯.૮૨ લાખ મેટ્રિક ટન જથ્થાની માંગણી કરી હતી, જેની સામે ગુજરાતને માંગણી કરતા વધુ આશરે ૬૨.૬૦ લાખ મેટ્રિક ટન જથ્થો ફાળવવામાં આવ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

કૃષિ મંત્રીએ પૂરક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, યુરિયા ખાતર સાથે અન્ય વસ્તુઓ ખરીદવાની કોઈપણ પ્રકારની ફરજ પાડવામાં ન આવે તે માટે રાસાયણિક ખાતર વિક્રેતાના વેચાણ કેન્દ્રો પર સતત તકેદારી રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત અગાઉથી જ ખાતર કંપનીઓ સાથે બેઠક યોજી ખાતર સાથે અન્ય પ્રોડક્ટ ફરજીયાત ન આપવા તાકીદ કરવામાં આવી છે. તેમ છતાં રાજ્યમાં ક્યાંય આવી ઘટના ધ્યાને આવશે, તો રાજ્ય સરકાર વિક્રેતા અને કંપનીનું લાયસન્સ રદ કરવા સહિતના કડક પગલાંઓ લેશે.

DAP, NPK, Neem અને Urea ખાતરનો ક્યારે અને કેટલા પ્રમાણમાં કરવો જોઈએ ઉપયોગ ?  જાણો તમામ વિગત - Gujarati News | When and how much to use DAP, NPK, Neem  and Urea

મંત્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને સરળતાથી ખાતર મળી રહે તે માટે ગુજકો માસોલ અને ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ જેવી ૧૭ જેટલી રાજ્ય સરકાર માન્ય મુખ્‍ય ખાતર વિતરક સંસ્‍થાઓ, ૮૫૦થી વધુ હોલસેલર વિક્રેતા તથા અન્ય મળીને કુલ ૯૦૦૦થી વધુ સહકારી મંડળીઓ તથા ખાનગી ખાતર વિક્રેતાઓ દ્વારા ખાતરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદથી ખરીફ પાકોનું ૭૦ લાખ હેક્ટર જમીનમાં વાવેતર: કૃષિ મંત્રી રાઘવજી પટેલ

આ પણ વાંચો: રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને આવ્યો બ્રેઈનસ્ટ્રોક, જાણો શું છે સ્થિતિ

આ પણ વાંચો: રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના આકરા તેવર, ખેડૂતો માટે શું બોલ્યા