Patan News/ પાટણ જિલ્લામાં હવે ખાતરનો કાળો કારોબાર

પાટણ જિલ્લામાં રાસાયણિક ખાતર ની અછત વચ્ચે સરકારી ખાતરનો જથ્થો ઝડપાયો

Top Stories Gujarat Others

Patan News : પાટણ જિલાલામાં હવે ખાતરનો કારોબાર વધ્યો છે. જેમાં પાટણ જિલ્લામાં રાસાયણિક ખાતરની એકતરફ અછત વર્તાય છે ત્યારે સરકારી ખાતરનો જથ્થો ઝડપાયો છે. જેમાં પાટણ નજીક ધાયણોજ ગામે સોલાર પ્લાંન્ટની કંપનીમાંથી કુલ 380 થેલી જથ્થો પકડાયો છે.આ અંગે માહિતી મળતા નાયબ ખેતી નિયામક વિસ્તરણ, ટીડીઓની ટીમ અને પોલીસે સંયુક્ત રેડ કરી પકડી જથ્થો ઝડપી પાડયો હતો. જોકે ખાતરનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તેનું રહ્સ્ય અકબંધ છે. નિમકોટેડ યુરિયાના જથ્થાનો ઔદ્યોગિક હેતુ માટે ઉપયોગ થતો હોવાની બાતમીને આધારે રેડ પાડવામાં આવી હતી.

કરાયેલા ખાતરના આ જથ્થાને ચકાસણી માટે ગાંધીનગરની લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલવામાં આવશે. ખાતરનો આ જથ્થો દેવનંદન રીન્યુઅબલ એનર્જી સોલાર પ્લાન્ટમાં થી જથ્થો ઝડપાયો હતો. ક્રિભકો યુરિયા લખેલ 45 કિલો વજનની 80, અને ટેક્નિકલ ગ્રેડ ખાતરની 300 બેગ સરકારી ખાતર ઝડપાયું હતું.ખાતર નો જથ્થો અને આઇસર ટ્રક તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હરણી બોટ કાંડ પછી સ્કૂલોના પ્રવાસને લઈને સરકારી ગાઇડલાઇન તૈયાર

આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સુવિધામાં વધારો, ‘હેલ્થ લાઉન્જ’ આપશે આરોગ્યની માહિતી

આ પણ વાંચો:ખરાબ હવામાનના કારણે અમદાવાદ એરપોર્ટથી જતી આવતી 30 ફ્લાઈટ મોડી પડી