Ahmedabad News/ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સુવિધામાં વધારો, ‘હેલ્થ લાઉન્જ’ આપશે આરોગ્યની માહિતી

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સુવિધામાં વધારો કરાયો છે. અમદાવાદ એરપોર્ટ પર દેશનું પ્રથમ હેલ્થ ચેકઅપ સેન્ટર ખોલવામાં આવશે

Top Stories Gujarat Others Breaking News
Cricket Tutorials YouTube Thumbnail 2024 07 21T100455.741 અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સુવિધામાં વધારો, 'હેલ્થ લાઉન્જ' આપશે આરોગ્યની માહિતી

Ahmedabad News: અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સુવિધામાં વધારો કરાયો છે.  અમદાવાદ એરપોર્ટ પર ‘હેલ્થ લાઉન્જ’ સુવિધા શરૂ કરવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર દેશનું પ્રથમ હેલ્થ ચેકઅપ સેન્ટર ખોલવામાં આવશે. આ હેલ્થ સેન્ટર મુસાફરોની આરોગ્યને લગતી મોટાભાગની તમામ માહિતી થોડી જ મિનિટમો આપશે. મુસાફરો ફલાઈટ ઉડાન પહેલાના તેમના વેઇટિંગ સમયનો સદઉપયોગ કરી શકશે. હાલમાં આ સેવા ફક્ત અમદાવાદ એરપોર્ટ પર શરૂ કરવામાં આવી છે. SVP ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ‘હેલ્થ લાઉન્જ’ નામની સુવિધા શહેરની એબી પ્લસ હોસ્પિટલ (એશિયન બેરિયાટ્રીક હોસ્પિટલ) ના સહયોગથી શરૂ કરવામાં આવશે અને મુસાફરોના હેલ્થને લગતો ચેકઅપ માત્ર 15-20 મિનિટમાં થશે.

આજ લોકો નાની વયમાં જ ગંભીર રોગોના શિકાર બનવા લાગ્યા છે. કોરોના બાદ લોકોમાં હરવા-ફરવાનું ચલણ વધ્યું છે. અને સમયની બચત કરવા લોકો હવાઈ મુસાફરીને પ્રાથમિકતા આપવા લાગ્યા છે. જો કે અમુક સંજોગોમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે હવાઈ મુસાફરી દરમ્યાન કેટલાક લોકો હૃદયરોગનો હુમલાના શિકાર બનતા હોવાથી ફલાઈટને તાત્કાલિક લેન્ડ કરવી પડે છે. આવા કિસ્સાઓ અટકાવવા અમદાવાદના એરપોર્ટ પર એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ફલાઈટ ઉડાન પહેલા મુસાફરો ‘હેલ્થ લાઉન્જ’ સુવિધા દ્વારા 15-20 મિનિટમાં તેમનું સંપૂર્ણ બોડી સ્કેન કરાવી શકે છે. અને તેના માધ્યમથી ડાયાબિટીસ, મોતિયો અને હાયપર ટેન્શન જેવા ગંભીર બીમારીના લક્ષણો ચિહિન્ત કરે છે. આ સુવિધાના માધ્યમથી મુસાફરોને તેમની તત્કાલ હેલ્થ અપડેટ મળે છે.

શહેરના SVP ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એબી પ્લસ દ્વારા ‘હેલ્થ લાઉન્જ’ સુવિધા મુસાફરો માટે વધુ લાભદાયી રહેશે. ‘હેલ્થ લાઉન્જ’માં AI ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. જે ડાયાબિટીસ જેવા ગંભીર બીમારીઓને ચિહિન્ત કરવા સાથે મુસાફરોના બોડી કમ્પોઝિશન એનાલિસિ પણ કરાવે છે. આમાં મુસાફરોના શરીરમાં રહેલ ચરબી, સ્નાયુઓ અને પાણીનું સ્તર જાણવામાં પણ મદદ મળી રહી છે.

જણાવી દઈએ કે ‘હેલ્થ લાઉન્જ’ સુવિધા હેઠળ બોડી ચેક અપ કરાવા મુસાફરોએ બ્લડ સેમ્પલ કે સોય લગાવવાની જરૂર નથી. AI આધારિત આ ટેકનોલોજીમાં મુસાફરોના વિવિધ 7 પ્રકારના ટેસ્ટ કરાશે. મુસાફરો ફક્ત 15-20 મિનિટનો સમય આપી આ બોડીચેકઅપનો ટેસ્ટ કરાવાી શકશે. જો કે આ ટેસ્ટ કરાવા મુસાફરોએ 500રૂ. ચૂકવવા પડશે. હવાઈ મુસાફરી દરમ્યાન સ્વાસ્થ્ય મામલે અપડેટ રહેવા લોકો એરપોર્ટ પરની ‘હેલ્થ લાઉન્જ’ સુવિધાની મદદ લઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો: પોરબંદરમાં વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા

આ પણ વાંચો: વડોદરામાં નારાયણ શાળાની દીવાલ ધરાશાયીના CCTV આવ્યા સામે