Vadodara News: વડોદરા (Vadodara)માં વેરો ના ભરનાર સામે મનપા ()એ કડક કાર્યવાહી હાથ ધરી. મનપા વેરો ના ભરનારાની મિલકતો સીઝ કરશે. મહાનગર પાલિકાએ વેરા ભરવાની ઝોન વાઈઝ તારીખો જાહેર કરી. આ મુજબ 2024-25ના મિલકત વેરાના બિલો આપવાનું 2 ડિસેમ્બરથી ચાલુ થશે. જ્યારે દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 16થી 19માં છેલ્લી તારીખ 16 જાન્યુઆરી જાહેર કરવામાં આવી છે. તેમજ પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 8થી 12માં છેલ્લી તારીખ 23 જાન્યુઆરી અને ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 1, 2, 3, 7 અને 13માં 29 જાન્યુ. છેલ્લી તારીખ જાહેર કરી જ્યારે પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 4, 5, 6, 14 અને 15માં છેલ્લી તારીખ 3 ફેબ્રુઆરી જાહેર કરી.

અગાઉ જાન્યુઆરી મહિનામાં આ મામલે કડક વલણ અપનાવતા 350થી વધારે કોમર્શિયલ મિલકત સીલ કરી હતી. એક અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું કે મનપાએ 2003થી અત્યાર સુધીમાં અંદાજે રૂ. 167 કરોડનો વેરો વસૂલવાનો બાકી છે. અને અત્યાર સુધીમાં મહાનગર પાલિકાને વેરાની વસૂલાત પેટે રૂ. 311 કરોડની આવક થઈ છે. કોમર્શિયલ અને રહેણાંક વિસ્તારના વેરાની વસૂલાત કરવા મનપાએ હવે કડક વલણ અપનાવ્યું છે. મનપાએ ઝોન વાઈસ તારીખ જાહેર કરી બાકી રહેલ વેરો ભરી દેવા અલ્ટીમેટમ આપ્યું છે.

ચાલુ વર્ષે વેરા વસુલવા બજેટની આવકનો મનપાનો લક્ષ્યાંક રૂ. 742 કરોડનો રાખ્યો છે. કોર્પોરેશન બાકી વેરો નહીં ભરનાર મિલકતદારો સામે કડક કાર્યવાહી કરશે. મનપા વેરા નહી ભરનારાના પાણી કનેક્શન અને મિલકત સીલ સુધીની પણ કાર્યવાહી કરી શકી છે.
આ પણ વાંચોઃ વડોદરામાં ફરી લાગી આગઃ IOCLમાં બની આગની ઘટના, 40 દિવસ પહેલાં પણ આગ લાગી હતી
આ પણ વાંચોઃ વડોદરામાં ગોરવા લક્ષ્મીપુરા તળાવમાં કાર ખાબકી, ઝડપની મજામાં યુવાને ગુમાવ્યો જીવ
આ પણ વાંચોઃ વડોદરામાં ટેમ્પો ચાલકની બેદરકારીએ સર્જયો અકસ્માત, માસુમનો લીધો જીવ
