Ahmedabad News : અમદાવાદના મેઘાણીનગરમાં 12 જૂનના રોજ એર ઈન્ડિયાનું પ્લેન ટેકઓફ થયાબાદ તરત જ ક્રેશ થઈ ગયું હતું. જેમાં 250થી વધુ લોકોના મોત નીપજ્યા હતા.આ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે.સ્વજનોને આવજો કહીને એરપોર્ટ મુકી આવનાર પરિવારજનોએ સ્વપ્ને પણ નહીં વિચાર્યું હોય કે પ્લેન ઉડતાની સાથે જ તેમના મોતના સમાચાર મળશે.
માંડ માંડ મૃતદેહોની ભાળ મળી, પણ મોટાભાગના મૃતદેહો ક્ષત વિક્ષત અને બળેલી હાલતમાં છે. પરિવારજનો અંતિમ વાર તેમનું મોઢું પણ નહીં જોઈ શકે. અમદાવાદ સિવિલ પહોંચેલા સ્વજનોના હૈયાફાટ આક્રંદે આખી સિવિલને હચમચાવી નાખી. કોફિનમાં આવેલા સ્વજનને જોઈને પરિવારજનોએ કરેલું આક્રંદ કઠણ કાળજાના માનવીને પણ હચમચાવી દે.
આ પણ વાંચો:પૂર્વ CM વિજય રૂપાણીની કુળદેવી સમક્ષ કરેલી બે ઈચ્છાઓ રહી ગઈ અધૂરી!
આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: ઝડપથી મૃતદેહો પરિવારને મળે તેવા પ્રયત્ન ચાલુ: હર્ષ સંઘવી
આ પણ વાંચો:એર ઈન્ડિયા પાસે બોઈંગનાં 26 વિમાન, ભારતમાં બોઈંગ 787-8 ડ્રીમલાઇનરની શું છે સ્થિતિ?
