Anand News: અમદાવાદ (Ahmedabad)માં AI પ્લેન ક્રેશ (Plane Crash) દુર્ઘટનામાં આણંદ (Anand)ના વધુ એક પરિવારને પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો છે, વિમાની દુર્ઘટનામાં આણંદની કિનલ મિસ્ત્રીનું મોત થયું હતું. આજે કિનલની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સંબંધીઓ, સ્થાનિકો જોડાયા હતા.
આણંદ (Anand) જીલ્લાની 22 વર્ષની કિનલ મિસ્ત્રી વર્ક પરમિટ પર લંડન જઈ રહી હતી. છેલ્લા 1 મહિનાથી દાંતોનો ઈલાજ કરાવી રહી હતી. તેના પિતાએ જણાવ્યું કે, કાલે સવારે જ 11 વાગ્યે દીકરી સાથે સેલ્ફી લીધી હતી. કિનલનો DNA મેચ થતાં પાર્થિવ દેહ વતન પહોચતા જ પરિવાર ભાંગી પડ્યો હતો. કિનલ મિસ્ત્રીની અંતિમ યાત્રા નીકળતા માતાપિતા સહિત મોટી સંખ્યામાં લોકો રડી પડ્યા હતા. વ્યવસ્થા જળવાવ પોલીસ અને જીલ્લા વહીવટી તંત્ર ખડેપગે ઊભુ રહ્યું છે.

મોટી સંખ્યામાં સંબંધીઓ, સ્થાનિકો અંતિમ યાત્રામાં જોડાયા હતા. અત્યાર સુધી જિલ્લામાં કુલ 4 મૃતદેહો સોંપવામાં આવ્યા છે. અન્ય પરિવાર હજી પોતાના સ્વજનના પાર્થિવ દેહની રાહ જોઈ રહ્યાં છે.
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુમ કિનલ મિસ્ત્રીનાં પિતાનું દુ:ખ કેમેરા સામે છલકાઈ ગયું છે. દુખી આંખોએ તેમણે જણાવ્યું કે, તેમણે ગઈકાલે જ પોતાની દીકરીને મૂકવા અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા. આજે તેઓ દીકરીની ઓળખ માટે DNA સેમ્પલ આપવા આવ્યા હતા.
ગુજરાતના અમદાવાદ (Ahmedabad)માં એર ઇન્ડિયા (Air India)ના વિમાન દુર્ઘટનાને લઈને દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અત્યાર સુધીમાં 278 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોના સંબંધીઓના DNA નમૂના લેવામાં આવી રહ્યા છે જેથી મૃતદેહોની ઓળખ થઈ શકે.
આ પણ વાંચો:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબોની ટીમ ખડેપગે
આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદી વિમાન અકસ્માતમાં મુસાફરોના મોત પર શોક વ્યક્ત કર્યો
આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: પોલીસ પરિવારજનોની કરી રહી છે સેવા
