દહેગામ,
દહેગામમાં મધ્યાહન ભોજનના કર્મચારીઓની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા 12 દિવસથી મધ્યાહન ભોજનની પડતર માંગણીઓને લઇ રાજય મહામંડળના પ્રમુખ ચંદનસિંહ વાઘેલા રેલીમાં જોડાયા હતા.
પરંતુ રેલી મામલતદાર કચેરી આગળથી પસાર થતી હતી. ત્યારે તેઓને એકાએેક ચકકર આવતાં નીચે પડી ગયા હતા. જેના પગલે રેલીમાં જોડાયેલા કર્મચારીઓમાં ગમગીની છવાઇ ગઇ હતી.
તેમજ બધા એેકદમ સ્તબ્ધ થઇ ગયા હતા. ત્યારબાદ તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 12 દિવસ કરતા ઉપરાંત થયા છતાં તંત્ર દ્રારા કોઇ પણ જાતની ઉપવાસીની મુલાકાત કે ભાળ લેવામા આવી નથી. જેના કારણે તંત્રની ઘોર ઉદાસીનતા છતી થવા પામી છે તેવો પ્રશ્ન દહેગામના નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
