Mehsana news/ મહેસાણા : વિજાપુરમાંથી બનાવટી પનીરની ફેક્ટરી ઝડપાઇ

કાર્યવાહી દરમિયાન રૂપિયા 1,29,800નું 649 કિલો પનીર જપ્ત કરવામાં આવ્યું હતું

Gujarat Others

Mehsana News : મહેસાણાના વિજાપુરમાંથી બનાવટી પનીરની ફેક્ટરી ઝડપાઇ છે. જેમાં ડીવાઇન ફૂડ નામની ફેક્ટરી ઝડપાઇ છે. આ ફેક્ટરી હિંમતનગર હાઇવે ઉપર ચાલતી હતી.જેમાં ભેળસેળયુકત પનીર બનાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.આ અંગે માહિતી મળતા મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી હતી.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ બનાવટી પનીરની ફેક્ટરી ઝડપી હતી. જેમાં પામોલિન તેલમાંથી પનીર બનાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું. તે સિવાય ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિટીક એસિડ વાપરતા હતા હોવાનું પણ બહાર આવ્યું છે.

કાર્યવાહી દરમિયાન રૂપિયા 1,29,800નું 649 કિલો પનીર જપ્ત કરવામાં આવ્યું હતું.ઉપરાંત રૂપિયા 32,130 નું 238 કિલો પામોલિન તેલ પણ જપ્ત કરાયું હતું.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: જો આવું ન કર્યુ તો અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોની આત્મા ભટકશે… એક શખ્સે વીડિયોમાં કર્યો ચોંકાવનારો દાવો

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં બ્લેક બોક્સમાં છેલ્લી દસ મિનિટનું રેકોર્ડિંગ જ નહી, કાવતરાની આશંકા

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના રિપોર્ટથી કઈ કઈ શંકાઓ દૂર થઈ, હજી સુધી શું જાણી શકાયું નથી?