- કોંગ્રેસ મહિલા કોર્પોરેટર દ્નારા તાંત્રિકવિધિ મામલો
- દાણીલીમડા મહિલા કોર્પોરેટરનો ઓડિયો વાઈરલ
- ઓડિયો બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ હરકતમાં
- જમના વેગડા સામે તપાસનો ધમધમાટ
- કોર્પોરેટર સામે કાર્યવાહી કરવાની તૈયારી
- કોર્પોરેટરને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી થશે
કોંગ્રેસ મહિલા કોર્પોરેટર દ્વારા બે વિપક્ષ નેતાઓ સામે તાંત્રિક વિધિ કરવામાં આવી હોવાનો ઓડિયો વાઈરલ થતા જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ હરકતમાં આવી છે. અને મહિલા કોર્પોરેટર વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે.આ સાથે જ જો મહિલા કોર્પોરેટર સામેના આક્ષેપ સાચા સાબિત થાય તો કોર્પોરેટર જમના વેગડાને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્નારા કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો : રાજ્યમાં રાત્રી કર્ફ્યૂ અને નિયંત્રણોમાં છુટછાટ મળશે, જાહેર થશે નવી ગાઇડલાઇન
ઉલ્લેખનીય છે કે દાણીલીમડા કોર્પોરેટર જમના વેગડા દ્વારા વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ તેમજ ધારાસભ્ય શૈલેષ પરમાર સામે તાંત્રિક વિધિ કરવાની વાતચીતનો ઓડિયો વાઈરલ થયો હતો જેને લઈને હાલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસ પક્ષના 10 જેટલા કાઉન્સિલરોએ આજે કોંગ્રેસ ભવન ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને મળીને રાજીનામા આપી દીધા હતા. પાર્ટી દ્વારા શહેજાદ ખાન પઠાણને વિપક્ષના નેતા તરીકે પહેલા એક વર્ષ માટે બનાવવાનો નિર્ણય લીધો હોવા સાથે 10 કાઉન્સિલરોનો વિરોધનો સૂર ઉઠ્યો હતો. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા બનાવવા માટે આંતરિક જૂથવાદ સામે આવ્યો હતો.
કોંગ્રેસના બે નેતાઓ પર તાંત્રિક વિધિ કરવા માટેની એક ઓડિયો ક્લિપ સામે આવી છે. આ ઓડિયોમાં જેઓ વાત કરી રહ્યા છે તે હમીદા માતાએ ઝી 24 કલાક સમક્ષ નિવેદન આપ્યું છે. હમીદા માતાએ કહ્યું કે, તાંત્રિક વિધિમાં અમને કી ખબર પડતી નથી. અમે માત્ર માળા કરીને લોકો માટે દુઆ કરીએ છીએ. તમામ ધર્મના લોકો અમારી પાસે આવતા હોય છે. લોકો પોતાની સમસ્યા લઈને અમારી પાસે આવે છે. અને અમે લોકો માટે માત્ર દુઆ જ કરીએ છીએ.
નોંધ :સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ઓડિયો ક્લિપની મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો :પારુલ યુનિવર્સિટીની હોસ્ટેલના ત્રીજા માળેથી કૂદીને વિદ્યાર્થીએ કર્યો આપઘાત
આ પણ વાંચો :ગાંધીનગરની કેનાલ બની ડેથ પોઇન્ટ, સુઘડ કેનાલમાં મહિલાએ ઝંપલાવ્યું
આ પણ વાંચો :રાજકોટમાં ક્રિમિલેયર સર્ટિફિકેટ કાઢવા મામલે નાગરિકો પાસેથી પૈસા ખંખેરતા વચેટીયાઓનું પર્દાફાશ કરતું
આ પણ વાંચો : સુરતમાં કોરોનાથી 4 લોકોએ દમ તોડ્યો, જાણો નવા કેટલા કેસ….
