Ahmedabad News: જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ ફરીથી ત્રાટક્યા છે. તેમણે હાલમાં શરૂ થયેલા પાછોતરા વરસાદ અંગે જણાવ્યું છે કે આ વરસાદ ફક્ત નવરાત્રિ પૂરતો જ સીમિત નહીં રહે, તે છેક સાતમી ઓક્ટોબર સુધી આવશે. આ ઉપરાંત તેમણે રાજ્યમાં ગરમી અને વરસાદની આગાહી કરી છે. તેમનું કહેવું છે કે તાપમાન વધશે અને ચોમાસાની ઋતુ 7 ઓક્ટોબર સુધીમાં સમાપ્ત થઈ શકે છે. તેમની વરસાદની આગાહી મુજબ, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સાથે ભારે પવન ફૂંકાશે.
તેમણે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં 4 થી 6 ઓક્ટોબર દરમિયાન બીજી વરસાદી સિસ્ટમ વિકસિત થશે અને 7 ઓક્ટોબર પછી રાજ્યમાં વરસાદ સમાપ્ત થઈ શકે છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છેઅને અમરેલી, દ્વારકા, જામનગર, ખંભાળિયા, જોડિયા અને કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં બપોરે હળવો વરસાદ પડી શકે છે, અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ અને ઉત્તર ગુજરાતમાં ઝરમર વરસાદની આગાહી છે.
અંબાલાલ પટેલનું કહેવું છે કે નવરાત્રિ દરમિયાન ગરમ અને વરસાદી વાતાવરણ રહેશે, છઠ્ઠા દિવસથી દશેરા સુધી વરસાદની આગાહી છે. દિવાળીની આસપાસ વાદળછાયું આકાશ રહેશે અને વરસાદ નવેમ્બરની શરૂઆત સુધી ચાલુ રહી શકે છે. વરસાદની અસર દરિયામાં પણ જોવા મળશે, કારણ કે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બની રહી છે, જેના કારણે ઊંચા મોજા ઉછળી શકે છે અને સપ્ટેમ્બરના અંત સુધી ચાલુ રહી શકે છે.
અંબાલાલ પટેલ વધુમાં જણાવે છે કે મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત, ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદથી તાપી, નર્મદા અને સાબરમતી નદીઓના પાણીના સ્તરમાં પણ વધારો થઈ શકે છે. વરસાદની ઋતુ દરમિયાન વાવણી કરનારા ખેડૂતો સારો પાક લઈ શકે છે.
આ પણ વાંચો: Girsomnath News/ગીર સોમનાથના સૂત્રાપાડામાં એક જ રાતમાં 10 ઇંચ વરસાદ
આ પણ વાંચો: gujarat rain/ગુજરાતનાં અનેક જિલ્લાના ડેમોના દરવાજા ખોલાયા, વરસાદે ફરી ચાલુ કરી બેટિંગ………….
આ પણ વાંચો: Gir Somnath News/ગીર સોમનાથના ઉમરેઠી ગામે હીરણ ડેમ ઓવરફલો, 14 ગામોને એલર્ટ જાહેર કરાયા
