Chhota Udepur News/ બોડેલીમાં ઓપરેશન સિંદુર અંતર્ગત હાથમાં તિરંગા લઇ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં નવરાત્રીના રંગ-રાસને દેશભક્તિના રંગમાં રંગાઈ ગયાનો અનોખો નજારો જોવા મળ્યો.

Gujarat
Garba organized with Operation Sindoor theme

“છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં નવરાત્રીના રંગ-રાસને દેશભક્તિના રંગમાં રંગાઈ ગયાનો અનોખો નજારો જોવા મળ્યો. બોડેલીની ગજાનંદ સોસાયટીમાં ખેલૈયાઓએ ઓપરેશન સિંદૂર થીમ સાથે ગરબાનું આયોજન કર્યું. હાથમાં તિરંગો, દેશભક્તિના નારા અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ સાથે ખેલૈયાઓએ અનોખો ઉત્સવ ઉજવ્યો.”

“નવરાત્રીના પવિત્ર પર્વમાં જ્યાં એક તરફ ભક્તિનો રંગ છવાયેલો છે, ત્યાં બીજી તરફ બોડેલીની ગજાનંદ સોસાયટીમાં ખેલૈયાઓએ અનોખી દેશભક્તિની ઝાંખી બનાવી સોસાયટીમાં ઓપરેશન સિંદૂર થીમ પર ખાસ ગરબાનું આયોજન કરાયું હતું.

ખેલૈયાઓ હાથમાં તિરંગો લઇને ગરબા રમી રહ્યા હતા, તો બીજી તરફ 30 ફૂટનો વિશાળ તિરંગો લહેરાવતા દેશપ્રેમની અનોખુ વાતાવરણ ઊભું થયું હતું

આ પ્રસંગે ખેલૈયાઓએ માત્ર ભક્તિ જ નહીં પણ દેશભક્તિનો પણ સંગમ સર્જ્યો હતો. દેશના શહીદ વીર જવાનોને યાદ કરીને સૌએ દેશપ્રેમની લાગણી વ્યક્ત કરી. ‘વંદે માતરમ’, ‘ભારત માતા કી જય’ જેવા નારાઓ વચ્ચે ગરબે ખેલૈયાઓ દેશભક્તિની ભાવનામાં ઝૂમી ઉઠ્યા.

તેમાં ખાસ વાત એ રહી કે ભારતે એશિયા કપની ફાઇનલ મેચ ચાલી રહેલી હતી તેમાં ભારતે પાકિસ્તાનને હરાવી એશિયા કપ જીતી જતા ખેલૈયાઓના ઉમંગમાં બમણો જુસ્સો છવાઈ ગયો હતો. તિરંગા સાથે ખેલૈયાઓએ જયઘોષ કર્યો અને સમગ્ર ગ્રાઉન્ડ મા ‘ભારત માતા કી જય’ના નારાથી ગુંજી ઉઠ્યુ હતુ

નવરાત્રીનો આ ઉત્સવ ખેલૈયાઓ માટે માત્ર એક ધાર્મિક પર્વ ન રહ્યો પરંતુ શહીદોને સમર્પિત દેશભક્તિની ભાવનાને સમર્પિત પાવન પ્રસંગ બની ગયો હતો

“અનોખા દેશભક્તિના ગરબાએ બોડેલીના ખેલૈયાઓ જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં એક અનોખો સંદેશો આપ્યો છે કે માતા અંબાના આ પવિત્ર પર્વમાં દેશભક્તિનો રંગ ભળતા ઉત્સવની ઉજવણી બમણી થઈ ગઈ હતી

સુલેમાન ખત્રી : છોટાઉદેપુર
______________________________________________________________________________________________________

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gir Somnath News/ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામ ખાતે ભવાની ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબા રમાયા

આ પણ વાંચો: Gujarat News/નવરાત્રીની ધૂમને વરસાદનો માર: ગુજરાતમાં ગરબા ખેલૈયાઓની મજા બગડી

આ પણ વાંચો: Gujarat News/નવરાત્રીની ધૂમને વરસાદનો માર: ગુજરાતમાં ગરબા ખેલૈયાઓની મજા બગડી