Not Set/ વડોદરામાં કોરોનાનાં અઘઘઘ વધુ 35 પોઝિટીવ કેસ સામે આવતા હડકંપ

ગુજરાતમાં કોરોના નામક કાળમુખો વિસ્ફોટ અટકવાનું નામ નથી લઇ રહ્યો, આજે સતત પાંચમાં દિવસે પણ ગુજરાતમાં કોરોનાનાં 300થી વધુ કેસ નોંધવામાં આવ્યા હોવનું સામે આવી રહ્યું છે. ગુજરાતમાં સૌથી ખરાબ સ્થિતિ મહાનગરોની છે અને તેમા પણ  વડોદરામાં કોરોના બોમ્બ એક્સપ્લોઝ થયો હોય તેવી રીતે વધુ 35 કેસ સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. વડોદરામાં […]

Gujarat Vadodara

ગુજરાતમાં કોરોના નામક કાળમુખો વિસ્ફોટ અટકવાનું નામ નથી લઇ રહ્યો, આજે સતત પાંચમાં દિવસે પણ ગુજરાતમાં કોરોનાનાં 300થી વધુ કેસ નોંધવામાં આવ્યા હોવનું સામે આવી રહ્યું છે. ગુજરાતમાં સૌથી ખરાબ સ્થિતિ મહાનગરોની છે અને તેમા પણ  વડોદરામાં કોરોના બોમ્બ એક્સપ્લોઝ થયો હોય તેવી રીતે વધુ 35 કેસ સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. વડોદરામાં સામે આવેલા એક સાથે 35 કેસથી કુલ કોરોના પોઝિટીવ કેસનો આંક 421 પર પહોંચ્યો છે. 

વડોદરા આમતો પહેલેથી જ હોટસ્પોટ સમાન રેડ ઝોન એરીયામાં સમાવિષ્ટ છે, ત્યારે આજે સામે આવેલા તમામ કેસ પણ વડોદરાનાં રેડ ઝોન એરીયામાંથી આવ્યા હોવાનું સામે આવે છે. અઘઘઘ કેસ સામે આવવાની સાથે સાથે વડોદરામાં  વધુ 3 વ્યકિતના મૃત્યુ નિપજ્યો હોવાનું પણ સામે આવે છે. 3 લોકોના મૃત્યુની સાથે જ વડોદરામાં કુલ 28 લોકોના કોરોનાનાં કારણે મોત નિપજ્યો છે. જો કે, 140 દર્દીઓ કોરોના સામેનો જંગ જીતીને ડિસ્ચાર્જ પણ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન