Not Set/ રાજકોટનાં ઝોનલ ઓબ્ઝર્વેશન હોમનાં 19 બાળકો કોરોના સંક્રમિત, જાણો વધુ વિગત

રાજકોટ શહેરનાં ગોંડલ રોડ પર આવેલા સ્પેશિયલ ઓબ્ઝર્વેશન હોમનાં 19 જેટલા બાળકો કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે તમામ બાળકોને સરકારી ક્વોરન્ટાઇન સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. તો અન્ય બાળકોને સંસ્થા ખાતે જ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ એન ગોસ્વામીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, કુલ 43 જેટલા […]

Gujarat Rajkot

રાજકોટ શહેરનાં ગોંડલ રોડ પર આવેલા સ્પેશિયલ ઓબ્ઝર્વેશન હોમનાં 19 જેટલા બાળકો કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે તમામ બાળકોને સરકારી ક્વોરન્ટાઇન સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. તો અન્ય બાળકોને સંસ્થા ખાતે જ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ એન ગોસ્વામીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, કુલ 43 જેટલા બાળકોનાં રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 19 બાળકો કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. જો કે જે પણ 19 બાળકો કોરોના સંક્રમિત થયા છે તે તમામ એસિમટોમેટીક હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.