Bharuch news/ વાહન પર વાત કરતો હતો અને આવ્યો હાર્ટએટેક, લાઈવ મોત કેમેરામાં કેદ

ભરૂચના કંથારીયા ગામના 55 વર્ષીય વ્યક્તિનું મોપેડ પર હાર્ટએટેકના કારણે મોત નિપજ્યું

Top Stories Gujarat Breaking News

Bharuch News : ગુજરાતમાં હાર્ટ એટેકનું પ્રમાણ દિનપ્રતિદીન વધી રહ્યું છે.  અચાનક ક્યારે મોત આવી જાય છે તે ખબર જ પડતી નથી. આવો જ એક બનાવ અને કોઈ વિચારી ન શકે તેવી ઘટના ભરૂચમાં બની છે. ભરૂચના કંથારીયા ગામના 55 વર્ષીય વ્યક્તિનું મોપેડ પર હાર્ટએટેકના કારણે મોત નિપજ્યું છે. આધેડ મોપેડ ઉભું રાખી મિત્ર સાથે વાત કરી રહ્યા હતા એ દરમ્યાન હૃદયરોગનો હુમલો આવતા ત્યાં જ ઢળી પડ્યા હતા. સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

કંથારીયા ગામના મહેબૂબ સુલેમાનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. ગુજરાતમાં ચિંતાજનક રીતે હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. સૌથી ડરામણી માહિતી એ છે કે, રાજ્યમાં દર 7 મિનિટે એક વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બની રહી છે. જી હા, 108 ઈમરજન્સીના આંકડામાં આ મોટો ખુલાસો થયો છે. આંકડા કહે છે કે, ગુજરાતમાં દર 7 મિનિટે હૃદયરોગનો એક વ્યક્તિ ભોગ બને છે. એટલે કે, હાર્ટ એટેક તો કોરોના કરતા પણ ખતરનાક કહી શકાય.

ગુજરાતીઓએ કોરોનાથી નહિ, પરંતું હાર્ટ એટેકથી સાવચેત રહેવાની જરૂરી છે. હાર્ટ એટેક માટે લાઈફસ્ટાઈલ, ફાસ્ટફૂડ, માનસિક તણાવ વગેરે જવાબદાર છે. ગુજરાતમાં હૃદય રોગની બીમારીમાં છેલ્લા એક વર્ષમાં સતત વધારો થયો છે. હજારો લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું સામે આવ્યું છે. 108એ તાજેતરમાં જ હૃદય રોગના આંકડા જાહેર કર્યા છે. 108એ વર્ષ 2023માં 72 હજાર 573 હૃદય રોગને લગતી ઈમરજન્સી હેન્ડલ કરી. છેલ્લા છ વર્ષ એટલે કે વર્ષ 2018થી વર્ષ 2023માં સુધી કેટલા કેસ નોંધાયા. આમ હાર્ટ એટેકથી સાવચેત રહેવાની જરૂર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગાંધીનગરમાં બજેટ સત્ર શરૂ થતા પહેલા કોંગ્રસનો દેખાવો શરૂ

આ પણ વાંચો: આવતીકાલથી વિધાનસભામાં બજેટ સત્ર શરૂ કરાશે, જાણો સમગ્ર વિગતો

આ પણ વાંચો: અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રએ બજેટ પર ‘બૌદ્ધિક સંમેલન’ને સંબોધન કર્યું