Not Set/ સુરત: પ્લાસ્ટિકની દોરી બનાવતી કંપનીમાં આગ, ફાયરફાયટરની ટીમ દ્વારા આગ પર કાબુ

સુરત, સુરતમાં પ્લાસ્ટિકની દોરી બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ ફેલાઇ ગયો. ઘટના છે કડોદરા જોડવા ગામની કે જ્યાં પ્લાસ્ટિકની દોરી બનાવતી ફેકટરીમાં આગ લાગી હતી. વહેલી સવારે આ આગ લાગતાં જ આજુબાજૂમાં રહેતા લોકોમાં ગભરાટનો ફેલાઇ ગઇ હતી. આ આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તમામ માલ બળીને ખાક થઇ ગયો […]

Gujarat Surat Videos

સુરત,

સુરતમાં પ્લાસ્ટિકની દોરી બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ ફેલાઇ ગયો. ઘટના છે કડોદરા જોડવા ગામની કે જ્યાં પ્લાસ્ટિકની દોરી બનાવતી ફેકટરીમાં આગ લાગી હતી. વહેલી સવારે આ આગ લાગતાં જ આજુબાજૂમાં રહેતા લોકોમાં ગભરાટનો ફેલાઇ ગઇ હતી.

આ આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તમામ માલ બળીને ખાક થઇ ગયો હતો.જો કે આ ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.