Ahmedabad News : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર એક દિવસનો રાજકીય શોક મનાવવામાં આવશે. જેમાં સોમવારના રોજ તમામ બિલ્ડિંગ પર રાષ્ટ્રધ્વજ અદઢી કાઠીએ ફરકાવવામાં આવશે. તે સિવાય રાજકીય સન્માન સાથે સાંજે રાજકોટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.જૂનની બપોરે 1 વાગ્ચેને 40 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતુ. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીટ નંબર 2D પર બેઠા હતા. આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયું હતું.
પ્લેન ક્રેશના 70 કલાક પછી વિજય રૂપાણીનું DNA મેચ થયું છે. રાજકોટમાં આવતીકાલે (16 જૂને) રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે. રૂપાણી પરિવારના સભ્યો આજે ગાંધીનગરમાં જ રોકાશે.તો બીજી તરફ રાજકોટના નિર્મલા રોડ પર પ્રકાશ સોસાયટીમાં આવેલા વિજય રૂપાણીના ઘરે અંતિમ દર્શનની તૈયારી કરવામાં આવી છે. તેમજ પોલીસે અંતિમયાત્રાના એક કલાક પહેલા રસ્તાઓને બંધ કરવા માટેનું જાહેનામું બહાર પાડ્યું છે.
તે સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રામાં જોડાશે. પૂર્વ CM વિજય રૂપાણીના નિધન પર સોમવારે રાજ્ય સરકાર તરફથી એક દિવસીય રાજકીય શોક જાહેર કરાયો છે. સોમવારે તમામ બિલ્ડિંગ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.
આ પણ વાંચો:પૂર્વ CM વિજય રૂપાણીની કુળદેવી સમક્ષ કરેલી બે ઈચ્છાઓ રહી ગઈ અધૂરી!
આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: ઝડપથી મૃતદેહો પરિવારને મળે તેવા પ્રયત્ન ચાલુ: હર્ષ સંઘવી
આ પણ વાંચો:એર ઈન્ડિયા પાસે બોઈંગનાં 26 વિમાન, ભારતમાં બોઈંગ 787-8 ડ્રીમલાઇનરની શું છે સ્થિતિ?
