હત્યા/ વસ્ત્રાપુર વિસ્તારમાં જીવલેણ હુમલા ની ઘટના.જાણો હત્યાની કોશિશ પાછળ શું હતું કારણ.

વિશાલ મહેતા, મંતવ્ય ન્યુઝ-અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં હત્યાની કોશિષનો ગુનો નોંધાયો છે.ઉલ્લેખનીય છે કે, વસ્ત્રાપુર માનસી સર્કલ પાસે આવેલ રિજેન્સી ટાવર ના ગેટ પાસે આરોપી ધર્મેદ્રસિંહ રાઠોડ અને ફરિયાદી વનરાજસિંહ પાસે આવ્યો હતો.જેમાં નજીવી બાબતે તકરાર થતાં આરોપીએ ફરિયાદીના માથા પર જીવલેણ હુમલો કર્યો અને ફરિયાદી ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો […]

Ahmedabad Gujarat

વિશાલ મહેતા, મંતવ્ય ન્યુઝ-અમદાવાદ

શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં હત્યાની કોશિષનો ગુનો નોંધાયો છે.ઉલ્લેખનીય છે કે, વસ્ત્રાપુર માનસી સર્કલ પાસે આવેલ રિજેન્સી ટાવર ના ગેટ પાસે આરોપી ધર્મેદ્રસિંહ રાઠોડ અને ફરિયાદી વનરાજસિંહ પાસે આવ્યો હતો.જેમાં નજીવી બાબતે તકરાર થતાં આરોપીએ ફરિયાદીના માથા પર જીવલેણ હુમલો કર્યો અને ફરિયાદી ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ઘટનાની વિગત વાર વાત કરીએ તો, ફરિયાદી ટાવરના ગેટ પાસે ખુરશી પર બેઠા હતા ત્યારે મકાન ના ચેરમેન અને સેક્રેટરીને આરોપીએ જેમ ફાવે તેમ ગાળો આપવાનું શરૂ કર્યું હતું.જેથી ફરિયાદી વનરાજસિંહ આરોપીને કહ્યું હતું કે ગાળો ન બોલો. પરંતુ આરોપી ધર્મેન્દ્રસિંહ રાઠોડે જોર જોરથી બૂમો પાડીને ગંદી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું.જેથી સાવજના સિક્યુરિટી ગાર્ડ અને ફરિયાદી સહિત ત્યાં ઉભેલા લોકોએ આરોપીને પકડી અને ત્યાંથી રવાના કર્યો હતો.પરંતુ જતા જતા આરોપીએ ફરિયાદી વનરાજસિંહને કહ્યું હતું કે હું તને જોઈ લઈશ. અને થોડીવારમાં જ આરોપી ધર્મેન્દ્રસિંહ એક વ્યક્તિ સાથે તલવાર લઈને આવ્યો અને ગાળો બોલતા બોલતા ફરિયાદી પાસેથી ફરિયાદીના માથા પર જીવલેણ હુમલો કર્યો અને તલવારનો ઘા માર્યો. જેના કારણે ફરિયાદી વનરાજસિંહ માથામાં ડાબી બાજુ ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવો પડયો હતો.

હત્યાની કોશિશ ની આ ઘટનાની જાણ થતા વસ્ત્રાપુર પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આરોપીને પકડવા માટેની કવાયત હાથ ધરી હતી. જેમાં ફોટાના આધારે ફરાર થઈ ગયેલ આરોપી ધર્મેન્દ્રસિંહ રાઠોડ ને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.