વર્ષ દરમિયાન અનેક દિવસ ઉજવાતા હોય છે, જેમાં 27 માર્ચના દિવસને આપણે વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઉજવીએ છીએ વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીની શરૂઆત ઈ.સ 1961થી થઈ હતી. આંતરરાષ્ટ્રીય થિયેટર સંસ્થા દ્વારા 1962માં વિશ્વ થિયેટર દિવસની શરૂઆત કરવામાં આવી હતી. વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી રંગભૂમિ સાથે સંકળાયેલા તમામ લોકો અને કલાકાર કરતા હોય છે. અનેક રંગમંચની સંસ્થાઓ દ્વારા ખાસ પ્રકારના કાર્યકમ કે સ્પર્ધાનું આયોજન પણ થાય છે.
વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય થિયેટર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સાથે જ આ દિવસે દર ચાર વર્ષે આંતરરાષ્ટ્રીય ઓલ્મપિક યોજાય છે. જે છેલ્લે 2018માં યોજાયુ હતુ. કહેવાય છે, દરેક વ્યકિતમાં કોઈને કોઈ કલાકાર હોય છે, વ્યકિત પોતાની અંદર રહેલી અનોખી કલાને ઓળખવાની અને તેને બહાર લાવવા માટેની તકની જરૂર હોય છે. વ્યકિત પોતાની અંદર રહેલી કલાને ઓળખે અને બહાર લાવવાની તક મળે તો સારો કલાકાર બની શકે છે.
કોરોના કાળની અસરથી કોઈ ક્ષેત્ર બાકાત નથી, તેમ રંગમંચમાં કોરોનાની અસર જોવા મળે છે. અન્ય વેપાર, શિક્ષણની જેમ રંગમંચના કલાકારો પણ ઓનલાઈન જોડાઈને કલા રજુ કરતા હોય છે. કલાકાર અમર થતો નથી, પણ તેની કલા અમર રહે છે. દરેક માણસ પોતાની અંદરના કલાકારને જીવતો રાખે, ધબકતો રાખે તેવી આજના વિશ્વ રંગભૂમિ દિવસની સૌને શુભેચ્છાઓ.
