Gujarat Weather/ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ અતિભારે વરસાદનું અનુમાન

આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ સારો રહેશે. સાઈક્લોનિક સર્ક્યુલેશનની પેટર્ન દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર છવાયેલી હતી તેથી……

Top Stories Gujarat Breaking News

Gujarat News: રાજ્યમાં હજી પણ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉત્તર-દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરાઈ છે. 23-24 જુલાઈ અમદાવાદ-ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની શક્યતા જોવા મળી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઇંચ સુધી વરસાદ નોંધાવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 7 ઇંચ જેટલો વરસાદ નોંધાવાની શક્યતા છે. જ્યાં વરસાદ નોંધાયો નથી ત્યાં પણ વરસાદ પડવાનું અનુમાન છે.

આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ સારો રહેશે. સાઈક્લોનિક સર્ક્યુલેશનની પેટર્ન દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર છવાયેલી હતી તેથી વરસાદનું જોર વધારે હતું. સૌરાષ્ટ્રના અમરેલી તેમજ ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ ગુરૂવાર સુધી છૂટોછવાયો વરસાદ જોવા મળશે. આગામી 22 અને 23મી જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં હવાનું હળવું દબાણ બને એવી શક્યતા ઊભી થઈ છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે છુટાછવાયા વરસાદે લોકોને ભીંજવ્યા હતા. આજે વહેલી સવારથી જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 થી 4 દિવસમાં આભ ફાટી પડ્યું હતું. પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ સહિતના જીલ્લઓમાં તારાજી સર્જી હતી. જનજીવન થંભી ગયું હતું. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, વલસારી, ભરૂચ, સુરતમાં મેઘો ખાબક્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો: પોરબંદરમાં વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા

આ પણ વાંચો: વડોદરામાં નારાયણ શાળાની દીવાલ ધરાશાયીના CCTV આવ્યા સામે