Ahmedabad News: અમદાવાદમાં ખરાબ હવામાનનાં કારણે અમદાવાદ એરપોર્ટથી જતી આવતી 30 ફ્લાઈટ મોડી પડી છે. જયપુર જતી, મુંબઈથી આવતી જતી ફ્લાઈટ રદ્દ કરવામાં આવી છે. મુંબઈની ફ્લાઇટને લેન્ડિંગ પરમિશન ન મળી તથા લેન્ડિંગ પરમિશન ન મળતા હવામાં ચક્કર મારવા પડ્યા છે. તેમજ બેંગ્લુરુ, દિલ્હી, ગોવાની ફ્લાઈટના સમય ખોરવાયા છે.
ઈન્દોર અને ચેન્નઈ જતી ફ્લાઈટના સમય ખોરવાયા છે. મુંબઈથી આવતી ફ્લાઇટને લેન્ડિંગ પરમિશન ન મળતા હવામાં ચક્કર મારવા પડ્યા હતા. જેમાં અમદાવાદ એરપોર્ટ પર 18થી વધુ ફ્લાઇટો અઢી કલાક મોડી ચાલી રહી હતી. જેથી અમદાવાદથી મુંબઈ, બેંગ્લુરુ, દિલ્હી, ગોવા, ઈન્દોર, ચેન્નઈ જતી ફ્લાઈટના સમય ખોરવાયા છે.
રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો:ડાંગમાં અનરાધાર વરસાદ, અનેક રસ્તાઓ બંધ કરાયા
આ પણ વાંચો:લાખોની રોકડ બાદ હર્ષદ ભોજકના લોકરમાંથી રૂ.30 લાખનાં સોનાનાં બિસ્કીટ મળ્યા