gambling/ નર્મદા જીલ્લામાં જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો, 4 ઝડપાયા

એસએમસીના અધિકારીઓને માહિતી મળી હતી કે, નર્મદાના અમલેઠા ગામમાં પંચાયત પાસે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડીને ચાર શખ્સોની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી પોલીસે ત્રણ મોબાઈલ અને રોકડ રકમ મળીને….

Top Stories Gujarat

@નિકુંજ પટેલ

Narmada News: નર્મદા જીલ્લાના અમલેઠા ગામમાં જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC)ના અધિકારીઓએ દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરીને રોકડ રકમ સહિત રૂપિયા 81 હજાર 435નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

એસએમસીના અધિકારીઓને માહિતી મળી હતી કે, નર્મદાના અમલેઠા ગામમાં પંચાયત પાસે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડીને ચાર શખ્સોની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી પોલીસે ત્રણ મોબાઈલ અને રોકડ રકમ મળીને કુલ રૂપિયા 81,435 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જુગાર રમતા કિશન એસ.વસાવા, ભાવીન બી.વસાવા, મનોજ એ.વસાવા અને ઈદ્રીશ એસ. વસાવાની ધરપકડ કરી હતી.

જ્યારે બે ફરાર આરોપીઓ વિજય એન.વસાવા અને સુરેન્દ્ર વસાવાની શોધ હાથ ધરી છે. આ અંગે વધુ તપાસ અલમેઠા પોલીસ ચલાવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ મહાશિવરાત્રિના પાવન પર્વે સોમનાથ, ભવનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર

આ પણ વાંચોઃ મહિલા દિવસ પર પશ્ચિમ રેલ્વેની અનોખી પહેલ, ટ્રેક મશીનનું સંચાલન સંપૂર્ણ રીતે મહિલાઓ કરશે

આ પણ વાંચોઃ