Ahmedabad News : સાધ્વી સાથે નગ્ન અવસ્થામાં સાગરચંદ્ર સાગરનો વાયરલ ફોટો સાચો નીકળતા ચકચાર મચી છે. જેમાં જૈન મુનિ સાગરચંદ્ર સાગર અને સાધ્વીની નગ્ન અવસ્થાનો ફોટો વાયરલ થયા હતા. તે સિવાય નગ્ન અવસ્થામાં વાયરલ થયેલી ચેટને લઈને પણ વિવાદ થયો હતો. “સાગરચંદ્રએ ધર્મના નામે ધંધો કરી સંપતિ ભેગી કરી” હોવાના આક્ષેપ પણ થયા છે. ધર્મના નામે ધતિંગ કરતા લોકોને બહાર લાવવા લોકોને અપિલ કરવામાં આવી છે. જૈન મુનિ સાગરચંદ્ર સાગરની વાયરલ વોટ્સએપ ચેટની તથ્યતા સામે આવતા ખળભળાટ મચ્યો છે.
જેને પગલે જૈન મુનિ સાગરચંદ્ર સાગરના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. આ બનાવને પગલે જૈન સમાજના અગ્રણીઓમાં આક્રોશ ભભુકી ઉઠ્યો છે. સાગરચંદ્ર સાગરે હવે સંસારમાં આવ્યા સિવાય કોઈ રસ્તો નથી. સાધ્વી સાથે નગ્ન અવસ્થામાં સાગરચંદ્ર સાગરનો વાયરલ ફોટો સાચો નિકળ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયો ચેટ નો fsl માં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેને પગલે Fsl રિપોટમાં સાગરચંદ્ર સાગર સાચો હોવાનું સામે આવ્યું હોવાનો જૈન યુવક પ્રિયાક શાહે આક્ષેપ કર્યો છે.
હાર્દિક હુંડિયા ( ઓલ ઈન્ડિયા જૈન જર્નલિસ્ટ એસોસિએશન રાષ્ટ્રીય પ્રમુખ )એ જણાવ્યું હતું કે દરેક ધર્મના સંપ્રદાયને લાગુ પડતો વિષય લઈને આવ્યા છીએસાગરચંદ્ર સાગર નામના સાધુએ પોતાને સાચો સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ધર્મના નામે પાખંડના જે ફોટો વાઇરલ થયા, જેનો સાગરચંદ્ર સાગર સાધુએ આ ફોટાને નકાર્યા છે.સાધુ વેશમાં રહીને જે પ્રચાર કર્યો એની અમે નિંદા કરીએ છીએ. ઉપરાંત વાસ્તવિક ફોટાઓની અમે ફોરેન્સિક તપાસ કરાવી છે. લેબોરેટરીની કોપી પણ અમે પ્રેસનોટ સાથે એટેચ કર્યા છે સાગરચંદ્ર સાગરે હવે સંસારમાં આવ્યા સિવાય કોઈ રસ્તો નથી તેમણે મુંબઈમાં પાર્શ્વપુરમમાં પ્લોટ લીધો છે.
પાલિતાણાના જંબુ દ્વીપમાં છુપાઈને બેઠો છે અને ગુરુને પણ ભરમાવ્યાં છે.સાગરચંદ્ર સાગરે ધર્મના નામે ધંધો કર્યો અને સંપત્તિ ભેગી કરી છે. એક પછી એક સાગરચંદિયા સાગરના દુષ્કૃત્યો સામે આવતા ગયા છે. ખાનગી મંદિરો અને ટ્રસ્ટો બને એમ કોઈ પણ એક પણ રૂપિયો આપ્યો નથી. સાગરચંદ્ર સાગરે ગોવામાં મહિલા સાથે દુષ્કૃત્ય કર્યું એના પણ ફોટા વાઇરલ થયા હતા. દેશના તમામ સંઘોને અમારી વિનંતી છે કે આવા લોકોનો સહયોગ ના કરે. ઉપરાંત આ બંને સાધુ અને સાધ્વીને બહાર કાઢવા જોઈએ
પ્રિયાંક શાહ ( યુવા જૈન )એ કહ્યું હતું કે અમે આ બાબત સામે આવતા ગચ્છાધિપતિ સામે હકીકત મૂકી છે. ગચ્છાધિપતિને સમયાંતરે ૫-૬ વખત મળવા ગયા પણ કોઈ પરિણામ આવ્યું ન હતું. પાલિતાણામાં જઈને અમે રજૂઆત મૂકી, ત્યારે ત્યાં પણ કહેવામાં આવ્યું કે ફોટો ખોટા છે. પાલિતાણામાં અમે રજૂઆત કરવા ગયા ત્યારે પોલીસ હાજર હતી તેમ છતાય હોબાળો કર્યાની અરજી આપી હતી. સુરતમાં એક લેબોરેટરીમાં એમણે રિપોર્ટ કરાવ્યો, જેમાં એડિટિંગ કર્યું હોવાની વાત સામે લાવવાનો પ્રયાસ કર્યો હતો.
અમારી પાસે સંપૂર્ણ ટ્રેઇલ છે કે જેમાં સમગ્ર હકીકત પુરાવા સ્વરૂપે બહાર આવશે. ભગવાનના વેશમાં શેતાન બન્યા છે, આવું બીજી જગ્યાએ પણ કરી શકે છે અન્ય સંઘોને પણ અમારી વિનંતી કે આવા સાધુને પ્રવેશ આપશો નહીં.
જગત પરીખ ( જૈન મહાસંઘ ઉપ પ્રમુખ )એ કહ્યું હતું કે અમે પણ રજુઆત કરી પરંતુ આચાર્ય પણ જો નિર્મય ના લઈ શકતા હોય તો અમે કાયદા અંતર્ગત જઈને આ અંગે ન્યાય મેળવીશું. પ્રવર સમિતિ પાસે જે આવે એ ગચ્છાધિપતિ પાસે જાય અને ત્યારબાદ એના પર નિર્ણય લેવાય છે. તે વડોદરાની પાસે મૂળ છાણી ગામના છે. પાલડી પોલીસ સ્ટેશનમાં 10 માર્ચના રોજ ફરિયાદ માટે અરજી આપી છે. બે સાધ્વીઓએ પણ વ્હોટ્સએપ ચેટ કર્યું છે, અને કોઈએ એમના મોબાઈલમાં સ્ક્રિન શૉટ કે અન્ય રીતે બહાર આવ્યા છે.
આ પણ વાંચો: એટ્રોસિટી એક્ટનો મોટાપાયા પર થઈ રહ્યો છે દૂરુપયોગઃ ગુજરાત હાઇકોર્ટ
આ પણ વાંચો: કોંગ્રેસના નેતા અપૂર્વ પટેલની મુશ્કેલીઓમાં થયો વધારો, લીડર સહિત ૩ લોકો સામે નોંધાઈ એટ્રોસિટીની ફરિયાદ
