SMVS સ્વામિનારાયણ સંસ્થાનાં સંસ્થાપક પ.પૂ.બાપજી દેવનંદનદાસજી સ્વામી દેવલોક પામ્યા છે. તેઓ 87 વર્ષની આયુએ મનુષ્યદેહનો ત્યાગ કરી દેવલોક પામ્યા છે. તબીયત ખરાબ હોવાના કારણે છેલ્લા ઘણા સમયથી પ.પૂ.બાપજીની વાસણા મંદિર મુકામે સારવાર ચાલી રહી હતી. ગઇ કાલે રાત્રે 10:10 વાગ્યે પ.પૂ.બાપજીએ અંતિમ શ્વાસ લીધો હતો.
SMVS સ્વમિનારાયણ સંસ્થાનાં સંસ્થાપક પ.પૂ.બાપજીએ મનુષ્યદેહનો ત્યાગ કરી દેવલોક પામ્યા છે. આ સમાચાર સામે આવતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. 87 વર્ષની આયુએ તેમણે મનુષ્યદેહનો ત્યાગ કર્યો છે. 23 વર્ષની યુવાન વયે તેમણે સંસારનો ત્યાગ કર્યો હતો અને સદકાર્યો માટે પોતાના જીવનને ન્યોછાવર કર્યુ હતુ.
પ.પૂ.બાપજીનાં પાર્થિવ દેહનાં અંતિમ દર્શનાર્થે આજે હરિભક્તો મોટી સંખ્યામાં આવશે. આપને જણાવી દઇએ કે, આજે અમદાવાદ, સાણંદ, ગાંધીનગર, કડી, કલોલ, વિજાપુર, બાવળાનાં હરિભક્તો પ.પૂ.બાપજીનાં અંતિમ દર્શને આવશે. દૂરથી આવનારા ભક્તો શનિવારે સવારે 8 વાગ્યાથી બપોરનાં ર વાગ્યા સુધી પ.પૂ.બાપજીનાં અંતિમ દર્શન કરી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
