Not Set/ વાંચીને તમારા રૂંવાટા થઇ જશે ઉભા,સગો ભાઇ બે બહેનો સાથે સેક્સ કરતો રહ્યો,માતાએ પણ આપ્યો સાથ

ઉમરગામ, ઉમરગામમાંથી માની ના શકાય તેવો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે જેમાં ભાઇએ તેની બે સગી બહેનો પર રેપ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે.જોવાની વાત એ છે કે ભાઇના આ નીચ કૃત્યમાં ખુદ તેની માતા આંખ આડા કાન કરતી. ઉમરગામ પોલિસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ પ્રમાણે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનાં સોળસુંબા ગામે મૂળ ઉત્તર […]

Top Stories Gujarat Others
rtt 8 વાંચીને તમારા રૂંવાટા થઇ જશે ઉભા,સગો ભાઇ બે બહેનો સાથે સેક્સ કરતો રહ્યો,માતાએ પણ આપ્યો સાથ

ઉમરગામ,

ઉમરગામમાંથી માની ના શકાય તેવો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે જેમાં ભાઇએ તેની બે સગી બહેનો પર રેપ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે.જોવાની વાત એ છે કે ભાઇના આ નીચ કૃત્યમાં ખુદ તેની માતા આંખ આડા કાન કરતી.

ઉમરગામ પોલિસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ પ્રમાણે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનાં સોળસુંબા ગામે મૂળ ઉત્તર પ્રદેશનો એક પરિવાર છેલ્લા 17વર્ષથી રહે છે. આ પરિવારમાં 19 વર્ષીય દીકરી કે જેના લગ્ન એક વર્ષ પહેલાં થઇ ગયા હતા અને 15 વર્ષનો પુત્ર તથા 11 અને 7 વર્ષની અન્ય બે દીકરી છે. આખો પરિવાર ભાડાની ચાલીમાં રહે છે.

આ પરિવારનો 15 વર્ષનો સગીર પુત્ર તેની મોટી બહેન સાથે તેની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધતો હતો, બાદમાં મોટી બહેનના લગ્ન થઈ જતાં આ સગીરે તેની 11વર્ષની નાની બહેન સાથે પણ માતા-પિતા નોકરી પર જાય ત્યારે એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચારવા માંડ્યું હતું.

બે મહિના પહેલાં મોટી બહેન પોતાના પિયર સોળસુંબા ખાતે પ્રસૂતિ માટે આવતા નાની બહેને તેને તમામ વિગતો જણાવી હતી. નાની બહેનની વાતો સાંભળીને મોટી બહેન ચોંકી ઊઠી હતી કે આ વિકૃત ભાઈ નાની બહેનનો પણ ગેરલાભ ઉઠાવી રહ્યો છે.

ભાઇના આ કૃત્ય અંગે બહેનો માતાને ફરિયાદ કરતી તો તેને રોકવાને બદલે તે બંને દીકરીઓને જ ટોકતી હતી.પુત્રીઓને મદદ કરવાને બદલે માતા તેમને કહેતી કે ભાઇ તો આવી મસ્તી કરે…

ભાઇના આ કૃત્યની પરેશાન થઇને મોટી બહેને 181 અભ્યમ હેલ્પલાઇનને ફોન કરીને મદદ માંગી હતી.મોટી બહેને ઉમરગામ પોલિસ સ્ટેશનનમાં માતા અને સગીર ભાઇની સામે ફરિયાદ પણ કરી છે.

પોલિસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવી રહ્યું છે કે સગીર વયનો પુત્ર પોર્નોગ્રાફીનો વ્યસની થઇ ગયો હતો અને સતત બીભત્સ વીડીયો જોવાને કારણે તે આવી નીચ હરકત કરતો.