Not Set/ સુરતમાં 10 હજારની લાંચ લેતા સેનેટરી ઇન્સ્પેકટર પકડાયા

એસીબીએ લાંચ લેતા સેનેટરી અધિકારીને પકડયા

Gujarat
એસીબી સુરતમાં 10 હજારની લાંચ લેતા સેનેટરી ઇન્સ્પેકટર પકડાયા

સુરત મહાનગરપાલિકામાં સફાઇ કામદારોનો વિસ્તાર બદલવા અને રજા પાસ કરાવવા માટે લાંચ લેનારા સેનેટરી સબ ઈન્સ્પેક્ટર સહીત કુલ 3 લોકોને એન્ટી કરપ્શન બ્યૂરોએ ઝડપી પા.ડયા છે .અને વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે. મહિલા સફાઇ કામદારનો વિસ્તાર બદલવા અને હેરાન નહીં કરવા અંગે 10 હજારની લાંચ લેતા સેનેટરી સબ ઇન્સ્પેકટર સહિત અન્ય બે લોકોને પકડી પાડવા માટે છટકું ગોઠવવામાં આવ્યુ હતુ.ત્રણેય આરોપી લાંચ લેતા પકડાઇ ગયા હતાં.

સુરત મહાનગર પાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતી મહિલાએ એવી ફરિયાદ કરી હતી કે કતારગામ ગોતાલાવાડી ખાતે ફરજ બજાવતા વર્ગ-3 ના મદદનીશ આરોગ્ય નિરીક્ષક  ધીરેનકુમાર ગોવિંદભાઇ સોલંકી  સફાઇ કામદારોનો વિસ્તાર બદલવા અને રજા પાસ કરવા માટે મહિને રૂપિયા 5 થી 10 હજાર લે છે અને તેમનો વિસ્તાર બદલવા અને રજા પાસ કરાવવા માટે પણ 10 હજાર લાંચની માંગણી કરી હતી .જેથી મહિલા સફાઈ કામદારના ઓળખીતાએ ધીરેનકુમાર ગોવિંદભાઇ સોલંકીની રૂબરૂ મુલાકાત કરી હતી. જેમાં ફરીયાદી પાસે આરોપીએ મહિલા સફાઇ કામદારનો વિસ્તાર બદલવા અને હેરાન નહીં કરવા અંગે રૂપિયા 10 હજાર લાંચની માંગણી કરી હતી પરંતુ સફાઈ કામદાર મહિલા અને ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ મામલે તાપી એસીબી માં ફરિયાદ કરી હતી.

સફાઈ કામદાર મહિલા અને ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમમે આ મામલે તાપી એસીબીમાં ફરિયાદ કરી હતી. જેથી આ મામલે તાપી એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને કતારગામ ગોતાલાવાડીમાં ફરજ બજાવતા સફાઇ કામદાર લાલજીભાઇ છનાભાઇ જોગડીયા, દિપકભાઇ અરજણભાઇ મકવાણાને ધીરેનકુમાર ગોવિંદભાઇ સોલંકી હસ્તક લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડ્યા હતા. એસીબી એ આ મામલે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.