Not Set/ ક્રાઈમ બ્રાંચે આરોપીનું કાઢ્યું સરઘસ, આરોપી સામે 42થી વધુ ગુના છે નોંધાયેલા

રાજકોટ, રાજકોટમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા રીઢા ગુનેગારને કાયદાનું ભાન કરવા ઈબ્રાહિમ ઉર્ફે ઈભલોનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આરોપી દ્વારા લાતી પ્લોટમાં આવેલા સ્વસ્તિક ટુલ્સ નામના કારખાનાના માલિકને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઈબ્રાહિમ કાથરોટીયા જુદા જુદા 42થી વધારે ગંભીર પ્રકારના ગુનામા સંડોવાયેલો છે. જેમા લૂંટ, ધાડ, રાયોટીંગ, ગેરકાયદે હથિયાર રાખવા […]

Gujarat Rajkot
dsdsa 5 ક્રાઈમ બ્રાંચે આરોપીનું કાઢ્યું સરઘસ, આરોપી સામે 42થી વધુ ગુના છે નોંધાયેલા

રાજકોટ,

રાજકોટમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા રીઢા ગુનેગારને કાયદાનું ભાન કરવા ઈબ્રાહિમ ઉર્ફે ઈભલોનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આરોપી દ્વારા લાતી પ્લોટમાં આવેલા સ્વસ્તિક ટુલ્સ નામના કારખાનાના માલિકને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

ઈબ્રાહિમ કાથરોટીયા જુદા જુદા 42થી વધારે ગંભીર પ્રકારના ગુનામા સંડોવાયેલો છે. જેમા લૂંટ, ધાડ, રાયોટીંગ, ગેરકાયદે હથિયાર રાખવા તેમજ ખંડણી માંગવા જેવા ગુનાઓ સામેલ છે.

ક્રાઇમ બ્રાંચે ઈબ્રાહિમને દોરડાથી બે હાથ બાંધી જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું અને પંચનામાની કાર્યવાહી કરવામાં આવી  હતી. સરઘસ દરમિયાન ઈબ્રાહિમે  લોકો સમક્ષ પોતે કરેલા ગુનાની માફી પણ માંગી હતી.