Not Set/ અમદાવાદ મ્યુનિસીપલ કમિશ્નરે આપી ખાતરી, દિવાળી સુધીમાં  શહેરના તમામ રસ્તા ફરી ચકાચક થઈ જશે

બે દિવસ અગાઉ ભાજપના વરિષ્ઠ નેતા આઈ કે જાડેજા દ્વારા અમદાવાદનાં ખખડધજ રસ્તાને લઈને એક ટ્વીટ કરવામાં આવ્યુ હતું. અને જેની ચારે તરફ ચર્ચા જોવા મળી હતી. અમદાવાદમાં ખખડધજ ખાડાઓની ખાસ ચર્ચાઓ ચાલી રહી છે. વરસાદ ઓછો થયા બાદ અમદાવાદીઓ ખાડાઓથી પરેશાન છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં કમરતોડ ખાડા છે.  અને ખાડા એટલા મોટા છે કે […]

Top Stories Ahmedabad Gujarat
road 2 અમદાવાદ મ્યુનિસીપલ કમિશ્નરે આપી ખાતરી, દિવાળી સુધીમાં  શહેરના તમામ રસ્તા ફરી ચકાચક થઈ જશે

બે દિવસ અગાઉ ભાજપના વરિષ્ઠ નેતા આઈ કે જાડેજા દ્વારા અમદાવાદનાં ખખડધજ રસ્તાને લઈને એક ટ્વીટ કરવામાં આવ્યુ હતું. અને જેની ચારે તરફ ચર્ચા જોવા મળી હતી. અમદાવાદમાં ખખડધજ ખાડાઓની ખાસ ચર્ચાઓ ચાલી રહી છે.

road અમદાવાદ મ્યુનિસીપલ કમિશ્નરે આપી ખાતરી, દિવાળી સુધીમાં  શહેરના તમામ રસ્તા ફરી ચકાચક થઈ જશે

વરસાદ ઓછો થયા બાદ અમદાવાદીઓ ખાડાઓથી પરેશાન છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં કમરતોડ ખાડા છે.  અને ખાડા એટલા મોટા છે કે મોટા. મોટા વાહનો તેમાં સમાઇ જાય. એક નહી અનેક સ્થળો પર આ પરિસ્થીતી છે. દોઢથી બે ફૂટ ઉંડા અને વીસ ફૂટ પહોળા ખાડાઓમાં આખી બસ સમાઇ જાય. અમદાવાદીઓ આજકાલ શહેરમાં પડેલા મસમોટા ખાડાઓથી પરેશાન છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રસ્તા કરતાં ખાડા મોટા છે.  જેનાથી વાહનચાલકો પરેશાન છે. જરાક અમથા વરસાદે રસ્તાઓની સાથેસાથે તંત્રની કામગીરી ની સરેઆમ પોલ ખોલી ને મૂકી દીધી છે.

road 1 અમદાવાદ મ્યુનિસીપલ કમિશ્નરે આપી ખાતરી, દિવાળી સુધીમાં  શહેરના તમામ રસ્તા ફરી ચકાચક થઈ જશે

તેમાંય વળી આઇ.કે.જાડેજાએ ટવીટ કરતાં અધિકારીઓ સવાલોના ઘેરામાં આવી ગયા..ઔડાના અધિકારીઓને સવાલ ઉઠાવતાં તેમણે ટવીટ કર્યુ કે અધિકારીઓ આ રસ્તા પર ચાલીને બતાવશે ખરા..?

 અમદાવાદીઓ તો પરેશાન છે જ. પણ  સાથે આઇકેજાડેજાના ટવીટ બાદ અધિકારીઓને કઠેડામાં ઉભા રહેવુ પડયુ છે. આખરે અમદાવાદ મ્યુનિસીપલ કમિશ્નર વિજય નેહરાએ જવાદાર અધિકારી તરીકે ખાડાઓની પરેશાની માટે જવાબદારી સ્વીકારી.. અને ખાતરી આપી કે દિવાળી સુધીમાં બધુ બરાબર થઇ જશે..

આ ટવીટ બાદ તંત્રમાં હલચલ મચી ગઇ..અને આખરે મ્યુનિસીપલ કમિશ્નરે જવાબદાર અધિકારી તરીકે જવાબદારી સ્વીકારી. તેમણે કહયુ કે દિવાળી સુધીમાં આ રસ્તાઓમાં સુધાર આવશે. પણ હવે ખાતરી મળી છે કે દિવાળી સુધીમાં રસ્તાઓની હાલત સુધરી જશે..ઉબડખાબડ રસતાઓનું સમારકામ કરી દેવાશે..આશા રાખીએ આ વાયદો પુરો થશે..પણ ત્યાં સુધી તો ડામર ઓછો અને કાંકરા વધારે વાળા રસ્તાઓ પર બ્રેક ડાન્સ તો કરવો જ પડશે.

વાંચો : BJP નેતા આઈ. કે. જાડેજાનું રોડ-રસ્તા ને લઈને ટ્વીટ –જવાબદાર અધિકારી આ રોડ-રસ્તા પર ચાલી બતાવે…!!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન