કર્ણાટકનું નાટક સોમવાર એટલે કે આજે સમાપ્ત થવાની પૂરી સંભાવનાઓ છે. કોંગ્રેસ અને જેડીએસનાં રાજ્યમાં પોતાની ગઢબંધન સરકાર બચાવવા માટે દરેક પ્રકારનાં દાવ રમતા અંતિમ દાવ રૂપમાં મુખ્યમંત્રી કુમારસ્વામીને બદલવાનો પ્રસ્તાવ બળવાખોર ધારાસભ્યોને આપ્યો છે. તે એક અલગ બાબત છે કે બળવાખોર ધારાસભ્યોએ આ દરખાસ્તને નકારી કાઢી છે. આ દરમિયાન, કર્ણાટકનો નાટક ઐતિહાસિક રીતે આકાર લઇ રહ્યો છે. ખાસ કરીને તે ધ્યાનમાં રાખતા કે સંભવત: આ પહેલીવાર હશે કે કોઇ મુખ્યમંત્રીનાં વિશ્વાસ મત મેળવવાની પ્રક્રિયા આટલી લાંબી ચાલી હોય.
આ દરમિયાન કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન, સોમવારે વિધાનસભામાં સત્તા પરીક્ષણ પહેલાં બળવાખોર ધારાસભ્યોને પરત લાવવા માટે, મુખ્ય પ્રધાનને બદલવાનો પ્રસ્તાવ રાખ્યો છે. નોંધનીય છે કે અગાઉ ઘણા બળવાખોરોએ રાજીનામું આપવાનું કારણ કુમાસાસ્વામીનું નેતૃત્વ બતાવ્યુ હતુ. ઘણા ધારાસભ્યોએ કહ્યું હતું કે પીડબ્લ્યુડી પ્રધાન અને કુમારસ્વામીનાં ભાઈ એચડી રેવન્નાનાં અનિચ્છનીય દખલને કારણે, તેમને રાજીનામું આપવા મજબૂર થવુ પડ્યુ.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા રાજનિતીક નાટકનો આજે અંત આવે તેવી પૂરી સંભાવનાઓ દેખાઇ રહી છે. બંને પક્ષોના વરિષ્ઠ નેતાઓએ ગઠબંધન સરકારને બચાવવા માટે આ માર્ગ અપનાવ્યો છે. જોવાનું રહેશે કે કુમારસ્વામી પોતાની ખુરશી બચાવવામાં સફળ રહે છે, શું કર્ણાટકમાં માત્ર કુમારસ્વામીને હટાવી અન્ય મુખ્યમંત્રી બનાવવાથી આ સમગ્ર મામલો ઉકેલાઇ જશે? જોવાનું રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.