પ્રેસ કોન્ફરન્સ/ ગુજરાતમાં કોંગ્રેસે ખેડૂતો અને સ્વાસ્થ માટે કરી આ મોટી જાહેરાત,પહેલી યાદી 15 સપ્ટેમ્બર સુધી…

કોંગ્રેસની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશ,આ ઉપરાંત ખેડૂતોને દિવસભર વીજળી આપવામાં આવશે, અને અગ્રેજી માધ્યમની શાળાઓ પણ શરૂ કરવામાં આવશે.

Top Stories Gujarat
6 27 ગુજરાતમાં કોંગ્રેસે ખેડૂતો અને સ્વાસ્થ માટે કરી આ મોટી જાહેરાત,પહેલી યાદી 15 સપ્ટેમ્બર સુધી...
  • કોંગ્રેસ નિરીક્ષક અશોક ગહેલોતની પ્રેસ કોન્ફરન્સ
  • અશોક ગહેલોતે આપી ગેરંટી
  • સરકાર બને તો જૂની પેન્શન યોજના અમલની ગેરંટી
  • ગુજરાતની ચૂંટણી કોંગ્રેસ માટે મહત્વનીઃ ગહેલોત
  • ગુજરાતની ચૂંટણી જીતવા કોંગ્રેસ મેદાનમાં ઉતરશે
  • ઉમેદવારોની પ્રથમ યાદી કોંગ્રેસ કરશે જાહેર
  • 15 સપ્ટે. સુધીમાં યાદી જાહેર કરશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના જ બાકી રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય નેતાઓ રાજ્યની મુલાકાત લઇ રહ્યા છે, છેલ્લા ઘણા સમયથી તમામ પાર્ટીના દિગ્ગજ નેતાઓ વાયદાની જાહેરાત કરતા હોય છે, આજે કોંગ્રેસનાી દિગ્ગજ નેતા અને ગુજરાતાના મુખ્ય નિરીક્ષક એશોક ગહેલોતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કોન્ફરન્સમાં કહ્યું કે જો  કોંગ્રેસની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશ,આ ઉપરાંત ખેડૂતોને દિવસભર વીજળી આપવામાં આવશે, અને અગ્રેજી માધ્યમની શાળાઓ પણ શરૂ કરવામાં આવશે.

અશોક ગહેલોતે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસની પ્રથમ યાદી 15 સપ્ટેમ્બર સુધી જાહેર કરી દેવામાં આવશે, આ ઉપરાંત તેમમે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને બે મંત્રીઓના ખાતા છીનવાયા હતા તે અંગે કડક પ્રતિક્રિયા આપી હતી. આ ઉપરાંત ગુજરાતમાં રાજસ્થાન મોડલ લાગુ કરવાની વાત કરી હતી. અશોક ગેહલોતે જણાવ્યું કે, ‘અમે ચૂંટણી જીતવા માટે મેદાનમાં ઉતર્યા છીએ. ગુજરાત કરતા રાજસ્થાનના રસ્તાઓ સારા છે. અમારા મેનુફેસ્ટો મુજબ રાજસ્થાનમાં કામ થઇ રહ્યું છે. રાજસ્થાનમાં સ્વાસ્થ્યની શાનદાર યોજના છે. જે દેશભરમાં લાગુ કરી શકાય તેવી યોજના છે. રાજસ્થાનમાં અમીર ગરીબ તમામ માટેની આ યોજના છે. તમામને વીમો, સીટીસ્કેન, દવાઓ ફ્રી આપીએ છીએ. રાજસ્થાન જેવું આરોગ્ય મોડલ ગુજરાતમાં લાગુ કરીશું. કોંગ્રેસ માટે ગુજરાત મહત્વનું રહ્યું છે. 2004 બાદ નિયક્ત કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ અપાશે. કોંગ્રેસ આવશે તો અલગ કૃષિ બજેટ હશે. કૃષિ વીજ કનેક્શન પર પ્રતિ મહિને 1000ની સબસિડી અપાશે. ડેર પર પશુપાલકોને દૂધ પ્રતિ લિટર રૂ. 5ની સબસિડી અપાશે. ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજના લાગુ કરીશું. રાજસ્થાનમાં વિધવા મહિલાઓને 1 લાખની સહાય આપીએ છીએ. રાજસ્થાનમાં અનાથ બાળકોને રૂ.1 લાખની મદદ મળી રહી છે.’