Not Set/ રાજકોટ કોર્પોરેશનમાં ભારે હોબાળો,ભાજપે કોંગ્રેસને ‘કાળી ચૌદશ’ કહેતાં કેવી બબાલ થઇ ગઇ,વાંચો

  રાજકોટ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ ટકોરા મારી રહી છે ત્યારે રાજકીય વાતાવરણમાં ભારે ગરમાવટ આવી ગઇ છે.રાજકોટમાં કોર્પોરેશનનું છેલ્લું જનરલ બોર્ડ બુધવારે કાળીચૌદશના રોજ મળ્યું હતું.જો કે આ બોર્ડમાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો સામસામે આવી ગયા હતા.ભાજપના ઉદય કાનગડેએ કોંગ્રેસના સભ્યોને કાળી ચૌદશ કહેતા મામલો બીચક્યો હતો.કોંગ્રેસના સભ્યોએ પણ ભારે વિરોધ કરતા ભાજપના કાર્યકરો પણ […]

Top Stories
rjkt corporation રાજકોટ કોર્પોરેશનમાં ભારે હોબાળો,ભાજપે કોંગ્રેસને ‘કાળી ચૌદશ’ કહેતાં કેવી બબાલ થઇ ગઇ,વાંચો

 

રાજકોટ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ ટકોરા મારી રહી છે ત્યારે રાજકીય વાતાવરણમાં ભારે ગરમાવટ આવી ગઇ છે.રાજકોટમાં કોર્પોરેશનનું છેલ્લું જનરલ બોર્ડ બુધવારે કાળીચૌદશના રોજ મળ્યું હતું.જો કે આ બોર્ડમાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો સામસામે આવી ગયા હતા.ભાજપના ઉદય કાનગડેએ કોંગ્રેસના સભ્યોને કાળી ચૌદશ કહેતા મામલો બીચક્યો હતો.કોંગ્રેસના સભ્યોએ પણ ભારે વિરોધ કરતા ભાજપના કાર્યકરો પણ ઉશ્કેરાયા અને ચાલુ મિટિંગે બંને પક્ષે છૂટ્ટાહાથની મારામારી સર્જાઇ હતી.

બોર્ડ પૂર્વેની પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસના કોર્પોરેટરો તરફથી 42 સવાલો શાસકપક્ષને પુછવામાં આવ્યા હતા. જો કે, સવાલોના જવાબો આપવામાં વિપક્ષના સભ્યોને અગ્રતાક્રમ મળ્યો ન હતો. વિપક્ષ તરફથી વર્તમાન સમસ્યા રોગચાળો, ધીમા ફોર્સે પાણી મળવું, છેલ્લા કેટલાક સમયથી ફૂડ શાખા તરફથી જે દરોડા પડ્યા છે તેમાં સીલ કરવા જેવા કડક પગલાં શા માટે નથી લેવાયા જેવા સંખ્યાબંધ સવાલો સાથે દેખાવો કર્યા હતા.

કોંગ્રેસનો વિરોધ એટલો ઉગ્ર હતો કે એક તબક્કે તો બંને પક્ષે મારામારી પણ થઇ ગઇ હતી.

જનરલ બોર્ડમાં ભારે હોબાળો થયા પછી પણ કોંગ્રેસ દ્વારા કોર્પોરેશનની બહાર વિચિત્ર વિરોધ કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં વિપક્ષ નેતા વસરામ સાગઠિયા ધૂણવા લાગ્યા હતા, તથા તેઓ ધૂણતા ધૂણતા સાશક પક્ષનો વિરોધ કરતાં હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસની મહિલા કાર્યકરો તથા અન્ય નેતાઓ ઉપસ્થિત રહી હતી.