Not Set/ ગુફામાંથી જીવિત મળી થાઈલેન્ડની ફૂટબોલ ટીમ, શોધવા માટે સેના કરી રહી હતી કામ

  થાઇલેન્ડના ચિયાંગ રાઈ વિસ્તારમાં આવેલી થામ લુંઆંગ નાંગ નોન નામની ગુફામાં ગુમ થઇ ગયેલી અન્ડર-૧૬ ટીમ શોધખોળ કરવામાં આવી છે. એક અઠવાડિયા કરતા પણ વધુ ગુમ થયેલી ફુટબોલની ટીમના ૧૨ ખેલાડીઓ અને એક કોચ જીવિત મળ્યા છે અને તેઓને બહાર કાઢવા માટે સમય લાગી શકે છે. આ ફુટબોલની ટીમને શોધવા માટે રાહતકાર્યમાં જોડાયેલી થાઈલેન્ડની સેનાએ જણાવ્યું, “આ ટીમને ગુફામાંથી બહાર […]

Top Stories India Trending
64840152 ગુફામાંથી જીવિત મળી થાઈલેન્ડની ફૂટબોલ ટીમ, શોધવા માટે સેના કરી રહી હતી કામ

 

થાઇલેન્ડના ચિયાંગ રાઈ વિસ્તારમાં આવેલી થામ લુંઆંગ નાંગ નોન નામની ગુફામાં ગુમ થઇ ગયેલી અન્ડર-૧૬ ટીમ શોધખોળ કરવામાં આવી છે. એક અઠવાડિયા કરતા પણ વધુ ગુમ થયેલી ફુટબોલની ટીમના ૧૨ ખેલાડીઓ અને એક કોચ જીવિત મળ્યા છે અને તેઓને બહાર કાઢવા માટે સમય લાગી શકે છે.

આ ફુટબોલની ટીમને શોધવા માટે રાહતકાર્યમાં જોડાયેલી થાઈલેન્ડની સેનાએ જણાવ્યું, “આ ટીમને ગુફામાંથી બહાર કાઢવા માટે બાળકોને તરવાનું શીખવું પડશે અથવા તો તેઓને પૂરનું પાણી ઉતરવ સુધી તેઓને રાહ જોવી પડશે”.

બીજી બાજુ જાણવા મળ્યું છે કે, આટલા દિવસો સુધી ખેલાડીઓ જીવતા છે કરાન કે તેઓ માત્ર પાણી પી રહ્યા છે અને આ જ કારણે જીવતા છે.

થાઇલેન્ડની નેવી સામે હવે પૂરનું પાણી ધટાડવું તેમજ આ ટીમ માટે જમવાની સામગ્રી પહોચાડવા માટે એક પડકાર છે.

Search for missing Thai teenage football team ગુફામાંથી જીવિત મળી થાઈલેન્ડની ફૂટબોલ ટીમ, શોધવા માટે સેના કરી રહી હતી કામ

મહત્વનું છે કે, થામ લુંઆંગ નાંગ નોન નામની ગુફા ભારે વરસાદના હંમેશા પાણીથી ભરાઈ જાય છે અને આ પાણી સપ્ટેમ્બરથી લઇ ઓકટોબર મહિના સુધી રહેતું હોય છે.

Thai rescue workers and park officials stand outside the Tham Luang Nang Non 2 ગુફામાંથી જીવિત મળી થાઈલેન્ડની ફૂટબોલ ટીમ, શોધવા માટે સેના કરી રહી હતી કામ

ઉત્તરી થાઈલેન્ડની ગુફામાં 12 કિશોર ફૂટબોલ ખેલાડી અને એમના કોચ શનિવારથી ફસાયેલા છે. રિપોર્ટસ મુજબ શનિવારે ચિયાંગ રાઈમાં થામ લુંઆંગ ગુફાના પ્રવેશદ્વાર પાસે ખેલાડીઓની સાયકલબૂટ અને અન્ય વસ્તુઓ મળી આવી હતી.

આ ઘટના બાદ બાદ રાહત કાર્ય ટીમના પ્રવક્તા રુએતેવાન પેતિસે કહ્યું હતું કે, એમને વિશ્વાસ છે કે ગુમ થયેલા લોકો હજુ સુધી જીવતા છે. જો કે, ૭૨ કલાકના ખોજ કાર્ય બાદ પણ એમની સ્થિતિ વિષે જાણી શકાયું નથી. થાઈલેન્ડ સેનાની ઉચ્ચ સ્તરીય ટીમ આધુનિક ઉપકરણો સાથે ખેલાડીઓ અને કોચની શોધખોળ કરી રહી છે.