Rajkot Hirasar Airport/ PM મોદી મહિનાના અંતે આવશે ગુજરાતમાઃ રાજકોટને કઈ ભેટ આપશે તે જાણો

પીએમ મોદી આ મહિનાના PM Modi-Gujarat અંતમાં ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ વિધાનસભા ચૂંટણી વખતે અને તેના પછી પણ નિયમિત રીતે પોતાના વતન ગુજરાતના પ્રવાસે આવતા રહ્યા છે. આ વખતે તે 27 અને 28મી જુલાઈએ ગુજરાતની મુલાકાત લેશે.

Top Stories Gujarat
Rajkot Hirasar airport PM મોદી મહિનાના અંતે આવશે ગુજરાતમાઃ રાજકોટને કઈ ભેટ આપશે તે જાણો

અમદાવાદ: પીએમ મોદી આ મહિનાના PM Modi-Gujarat અંતમાં ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ વિધાનસભા ચૂંટણી વખતે અને તેના પછી પણ નિયમિત રીતે પોતાના વતન ગુજરાતના પ્રવાસે આવતા રહ્યા છે. આ વખતે તે 27 અને 28મી જુલાઈએ ગુજરાતની મુલાકાત લેશે.
પીએમ મોદી ગુજરાત આવે છે ત્યારે તે ગુજરાતીઓ માટે કંઇને કઈ ભેટ લેતા આવે છે. આ વખતના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટને મોટી ભેટ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જુલાઇએ હીરાસર PM Modi-Gujarat એરપોર્ટનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિરાસર એરપોર્ટ આવશે અને ત્યાં જ જનસભા સંબોધશે.
આમ પીએમ નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલા PM Modi-Gujarat રાજકોટને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. આ દરમિયાન હવે રાજકોટમાં 1400 કરોડના ખર્ચે તૈયાર થયેલ હીરાસર એરપોર્ટ શરૂ થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હીરાસર એરપોર્ટના લોકાર્પણ બાદ ગાંધીનગર જવા રવાના થશે. ગાંધીનગર ખાતે સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળ સાથે ડિનર ડિપ્લોમસી કરશે. આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ સહિત પાર્ટીના હોદ્દેદારો હાજર રહેશે. તેમજ નવી સરકાર રચાયા બાદ મુખ્યમંત્રી સહિત ગુજરાતના મંત્રીમંડળ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ બેઠક કરશે.
28 તારીખે પણ વડાપ્રધાન મોદી ગુજરાતમાં રહેશે. PM Modi-Gujarat વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જુલાઈના રોજ ત્રણ દિવસીય સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સની બીજી આવૃત્તિનું ઉદઘાટન કરશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ત્રણ દિવસીય સેમીકોન ઈન્ડિયા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતને સેમી-કન્ડક્ટર હબ બનાવવાની દિશામાં આ કોન્ફરન્સ એક મોટું પગલું માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ Gujarat ATS-Terrorist/ ભારત પર વિજય મેળવવાના શપથ લીધા હતા ગુજરાત એટીએસે પકડેલા આતંકવાદીઓએ

આ પણ વાંચોઃ Fraud Arrested/ સરકાર સાથે સ્પર્ધા મોંઘી પડીઃ ડુપ્લિકેટ લાઇસન્સ કાઢી આપનારા ફ્રોડ પકડાયા

આ પણ વાંચોઃ Terrorist Killed/ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતાઃ ચાર આતંકવાદી ઠાર

આ પણ વાંચોઃ Gujarati Rain/ રાજ્યમાં મેઘરાજાની વધુ એક ઇનિંગનો પ્રારંભઃ છેલ્લા 24 કલાકમાં ક્યાં-ક્યાં પડ્યો વરસાદ

આ પણ વાંચોઃ Gujarat Rain/ ગુજરાતમાં સીઝનનો 63 ટકા વરસાદ પડી ગયો, આજે ભારે વરસાદની આગાહી