Not Set/ શું લોહીથી લથબથ સેનેટરી નેપકીન લઈ આપ મિત્રના ઘરે જાવ છો ? : સ્મૃતિ ઈરાની

કેરળના પ્રસિદ્ધ સબરીમાલા મંદિરના દ્વાર મહિલાઓની એન્ટ્રી વિના જ બંધ થઇ ગયા છે. ભાજપ, આરએસએસ, મંદિર પ્રસાશન અને સ્થાનિક સંગઠનો મહિલાઓની એન્ટ્રીનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સબરીમાલા મંદિરમાં મહિલાઓની એન્ટ્રીને લઈને મોટું નિવેદન આપ્યું છે. #WATCH Union Minister Smriti Irani says," I have right to pray,but no right to desecrate. […]

Top Stories India
737525 479017 pti smriti irani શું લોહીથી લથબથ સેનેટરી નેપકીન લઈ આપ મિત્રના ઘરે જાવ છો ? : સ્મૃતિ ઈરાની

કેરળના પ્રસિદ્ધ સબરીમાલા મંદિરના દ્વાર મહિલાઓની એન્ટ્રી વિના જ બંધ થઇ ગયા છે. ભાજપ, આરએસએસ, મંદિર પ્રસાશન અને સ્થાનિક સંગઠનો મહિલાઓની એન્ટ્રીનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સબરીમાલા મંદિરમાં મહિલાઓની એન્ટ્રીને લઈને મોટું નિવેદન આપ્યું છે.

કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, શું લોહીથી લથબથ સેનેટરી નેપકીન લઈને આપ કોઈ દોસ્તના ઘરે જઈ શકો છો? તો ભગવાનના ઘરે કેમ જવા ઈચ્છો છો? એમણે આગળ જણાવ્યું કે, મને પ્રાર્થનાનો અધિકાર છે, પરંતુ અપમાનનો અધિકાર નથી. કેન્દ્રીય મંત્રી હોવાથી મને સુપ્રીમ કોર્ટના ફેંસલા પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી.

જોકે, સ્મૃતિ ઈરાનીએ નિવેદન પર વિવાદ થતા કહ્યું કે, આ ફેક ન્યુઝ છે. હું  મારા નિવેદનનો આખો વિડિઓ શેર કરીશ.

જણાવી દઈએ કે, 28 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે સબરીમાલાના અયપ્પા મંદિરને લઈને એક મહત્વનો ચુકાદો આપતા કહ્યું હતું કે, મંદિરમાં બધી ઉંમરની મહિલાઓને પ્રવેશવાની અનુમતિ આપવામાં આવે.