China/ સરહદ પર શાંતિ, ચીન સહિત FDIનાં કરોડોના પ્રસ્તાવોને મંજૂરીનાં સંકેત

ભારત ચીન સરહદ પર સ્થિતિ થાળે પડતી હોય તેમ લાગી રહ્યું છે.પીપલ્સ લિબરેશન આર્મીના પાછળ હટવાથી સુધરી રહેલી સ્થિતિની છચ્ચે કેન્દ્રની મોદી સરકાર  ચીનની કંપનીઓ તરફથી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના કેટલાક

Top Stories World
india china સરહદ પર શાંતિ, ચીન સહિત FDIનાં કરોડોના પ્રસ્તાવોને મંજૂરીનાં સંકેત

ભારત ચીન સરહદ પર સ્થિતિ થાળે પડતી હોય તેમ લાગી રહ્યું છે.પીપલ્સ લિબરેશન આર્મીના પાછળ હટવાથી સુધરી રહેલી સ્થિતિની છચ્ચે કેન્દ્રની મોદી સરકાર  ચીનની કંપનીઓ તરફથી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના કેટલાક પ્રસ્તાવોને ટૂંક સમયમાં મંજૂરી આપી શકે છે. કેન્દ્ર સરકારના કેટલાક અધિકારીઓએ કહ્યું છે કે ભારત આગામી થોડાક સપ્તાહમાં ચીનથી આવેલા કેટલાક રોકાણ પ્રસ્તાવોને મંજૂરી આપી શકે છે. નોંધનીય છે કે ભારત અને ચીનની વચ્ચે થયેલી સમજૂતી બાદ PLAએ પૂર્વ લદાખના પેન્ગોગ લેકના ઉત્તર કિનારા પર ફિંગર-4 ક્ષેત્રને ઝડપથી ખાલી કરવાનું શરૂ કરી દીધું છે.

Election / વાહ રે કોંગ્રેસ.. યુવાનોને ડેટિંગ માટે જગ્યા ફાળવશે, વડોદરા કોંગ્રેસનો મેનિફેસ્ટો જાહેર

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણેભારતમાં એપ્રિલ 2020થી પડોશી દેશોની કંપનીઓ માટે સરકારની મંજૂરી બાદ જ કોઈ પણ ક્ષેત્રમાં રોકાણના નિયમ છે. આ નિર્ણય મુજબ ભારતમાં કોઈ પણ ક્ષેત્રમાં રોકાણ માટે ચીનના FDI પ્રસ્તાવોને પહેલા સરકારી મંજૂરી લેવી પડશે. હાલમાં ચીનથી આવેલા લગભગ 12 હજાર કરોડ રૂપિયાના રોકાણ પ્રસ્તાવ સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇએ ડિસેમ્બર 2020માં પોતાના એક રિપોર્ટમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારને એપ્રિલથી અત્યાર સુધી ચીનથી લગભગ 12 હજાર કરોડ રૂપિયાના 120થી વધુ પ્રત્યક્ષ વિદેશી રોકાણના પ્રસ્તાવ મળ્યા છે. આ પ્રસ્તાવ જૂન રોકાણમાં વધારા સાથે જોડાયેલા છે.

Election / પ્રચારમાં પાવરધા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, સિલિન્ડર પર બેસી કર્યો પ્રચાર

ચાઈનીઝ રોકાણકારોનો ભારતીય બજારો પર ભારે દબદબો રહ્યો છે.પેટીએમ , ઝોમેટો , ઉડાન  જેવા દેશના મોટા સ્ટાર્ટઅપ્સમાં ચીની રોકાણકારોએ ખૂબ નાણા રોક્યા છે. તેઓ ફ્રેશ ફંડની રાહ જોઇ રહ્યા છે, પરંતુ સરકારની મંજૂરી વગર તે શક્ય નથી. મંજૂરીની રાહ જોઈ રહેલા રોકાણના પ્રસ્તાવોમાં ટેલિકોમ, ઇલેક્ટ્રોનિક અને ફાઇનાન્સ સેક્ટર માટે છે. ચીને આ મુદ્દાને WTOની સામે પણ ઉઠાવ્યો હતો.

CM Vijay Rupani / મુખ્યમંત્રી રૂપાણીનાં 28 મી સુધીના તમામ કાર્યક્રમો રદ્, અંગત મદદનીશ પણ કોરોના સબબ સારવાર હેઠળ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…