China/ ચીનની અમેરિકાને ઘમકી, તાઇવાન શસ્ત્રો વેચવાની યોજના સાથે આગળ વધે તો..

ચીન ઘણા લાંબા સમયથી વિશ્વના વાતાવરણને બગાડવામાં કોઈ કસર છોડી રહ્યું નથી. ચીનનો ભારત સહિત લગભગ દરેક પાડોશી દેશ સાથે વિવાદ છે. હવે ચીને અમેરિકાને પણ ધમકી આપી છે.

Top Stories World
a 32 ચીનની અમેરિકાને ઘમકી, તાઇવાન શસ્ત્રો વેચવાની યોજના સાથે આગળ વધે તો..

ચીન ઘણા લાંબા સમયથી વિશ્વના વાતાવરણને બગાડવામાં કોઈ કસર છોડી રહ્યું નથી. ચીનનો ભારત સહિત લગભગ દરેક પાડોશી દેશ સાથે વિવાદ છે. હવે ચીને અમેરિકાને પણ ધમકી આપી છે. હકીકતમાં, બુધવારે ચીને સંકલ્પ લીધો હતો કે જો અમેરિકા તાઇવાનને શસ્ત્રો વેચવાની યોજના સાથે આગળ વધે તો તે ‘વાજબી અને જરૂરી’ જવાબ આપશે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે તાઇવાનને 60 કરોડ ડોલર મૂલ્યના સૈન્ય ડ્રોનનું વેચાણ “ચીનની આંતરિક બાબતોમાં એકદમ દખલ અને ચીનની સાર્વભૌમત્વ અને સુરક્ષા હિતોની ગંભીર અવગણના છે.”

આ પણ વાંચો : બોર્ડર સાથેના વિવાદ વચ્ચે આર્મી ચીફ પહોંચ્યા નેપાળ, બંને દેશોના સંબંધ ગાઢ બનાવવા પર રહેશે નજર

વાંગે પત્રકારો સાથેના દૈનિક સંવાદમાં કહ્યું કે, અમેરિકાને તાઇવાન સાથે થયેલા એવા તમામ વેચાણ (શસ્ત્રો) કરાર રદ કરવા જોઈએ. જેથી ચીન-યુએસના સંબંધો અને તાઇવાનની શાંતિ અને સ્થિરતાને વધુ નુકસાનથી બચાવી શકાય છે.

નોંધનીય છે કે ચીન તાઇવાન પર તેનો દાવો કરે છે. વાંગે કહ્યું કે ઉદ્ભવતા પરિસ્થિતિને અનુરૂપ યોગ્ય અને જરૂરી જવાબો આપવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે યુએસ વિદેશ વિભાગે મંગળવારે કહ્યું કે તેણે તાઇવાનને શસ્ત્રો અને અન્ય સાધનોથી સજ્જ ચાર આધુનિક-વર્ગના ડ્રોન વેચવાની મંજૂરી આપી છે.

આ પણ વાંચો :કોરોના વાયરસનો રિકવરી રેટ 92% થી વધુ, જાણો 24 કલાકમાં કેટલા લોકો થયા સાજા