Not Set/ રાજકોટમાં વધુ એક અંધશ્રધ્ધાનો કિસ્સો આવ્યો સામે, 3 માસની માસૂમને બિમાર પડતા આપ્યા ડામ

રાજકોટ, 21મી સદીના આ આધુનિક યુગમાં હજુપણ અંધશ્રદ્ધાની ઘટનાઓ સામે આવી રહી છે. થોડા દિવસો અગાઉ રાજકોટના પડધરી ગામે એક નાના બાળકને તેની દાદીએ જ ડામ આપ્યા હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે રાજકોટ જીલ્લાના જામકંડોરળા તાલુકાના સૂકીસાજળીયાડી ગામે આજ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. ગામમાં રહેતા પરિજનો દ્વારા તેમની ત્રણ માસની બાળકી જન્મથી જ […]

Top Stories Rajkot Gujarat
mantavya 329 રાજકોટમાં વધુ એક અંધશ્રધ્ધાનો કિસ્સો આવ્યો સામે, 3 માસની માસૂમને બિમાર પડતા આપ્યા ડામ

રાજકોટ,

21મી સદીના આ આધુનિક યુગમાં હજુપણ અંધશ્રદ્ધાની ઘટનાઓ સામે આવી રહી છે. થોડા દિવસો અગાઉ રાજકોટના પડધરી ગામે એક નાના બાળકને તેની દાદીએ જ ડામ આપ્યા હોવાની ઘટના સામે આવી હતી.

ત્યારે રાજકોટ જીલ્લાના જામકંડોરળા તાલુકાના સૂકીસાજળીયાડી ગામે આજ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. ગામમાં રહેતા પરિજનો દ્વારા તેમની ત્રણ માસની બાળકી જન્મથી જ બિમાર રહેતી હોય તેનો હોસ્પિટલમાં ઇલાજ કરાવવાના બદલે ડામ અપાવ્યો હતો.

જો કે બાળકીને ડામ આપતા તેની તબીયત વધુ લથળી હતી અને આ બાળકીને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

મહત્વનું છે કે આ બાળકીને જન્મની સાથે લિવરની બિમારું હોવાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન રિપોર્ટ કરાવતા જાણવા મળ્યું હતું.

સવાલ એ થાય છે કે 21મી સદીમાં જ્યારે બાળકી બિમાર હોય તો ડોક્ટર જોડે જવાને બદલે અંધશ્રધ્ધાની શિકાર બને છે. જ્યારે માત્ર 3 માસની જ બાળકી સાથે આ રીતે અંધશ્રધ્ધાના કારણે તેને ડામ આપ્યા તો પોલીસ તંત્ર હવે આ કિસ્સામાં શું કરશે તે જોવાનું રહ્યું.

હાલ તો બાળકીને સારવાર અર્થે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.