ગાંધીનગર/ મારી નિષ્ક્રિયતા જ મારું રાજીનામું છેઃ કામિની બા

દહેગામ શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ મૃણાલી જોશીએ રાજીનામું આપી દીધુ છે. નારાજ કામિનીબા રાઠોડના સમર્થનમાં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.

Top Stories Gujarat
કામિનીબા

ગુજરાત રાજ્યમાં આગમની વિધાનસભાની ચૂંટણીને લઈ તોડજોડની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસમાં કકડાટ સપાટી પર આવી ગ્યો છે. અને મોટી સંખ્યામાં નેતાઓ હવે કોંગ્રેસથી નારાજ થતાં હોય અને અન્ય પાર્ટીમાં જઈ રહ્યાનું ચિત્ર સામે આવી રહ્યું છે. ત્યારે દેહગામના પુર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ ફરીએકવાર ચર્ચામાં આવ્યા છે.

જો કે આજ રોજ તેમણે મૌખિક રીતે રાજીનામું આપ્યું હોવાનું ઉલ્લેખ કરતાં ફરીએક વાર ગુજરાત કોંગ્રેસનું સંગઠન કામિનીબાને મનાવવા માટે દોડતું થયું હતું. કામિનીબાને  મનાવવા સી જે ચાવડા પહોંચ્યા હતા. કોંગ્રેસ જીલ્લા કાર્યાલય ખાતે કમિનિબના મનામણાં ચાલી રહ્યા છે. કામિનીબા રાઠોડને મનાવવા પ્રયાસ થઈ રહ્યા છે. 

કોંગ્રેસમાંથી રાજીનામા અંગે કમિનિબાએ સ્પષ્ટ વાત કર્તા જણાવ્યુ હતું કે, મેં હજુ સુધી રાજીનામું આપ્યું નથી. મારું સ્ટેન્ડ પહેલે થી જ ક્લિયર છે. મારી રજૂઆત પાર્ટી નહીં સાંભળે તો નિષ્કિય થઇશ. હાલ મે લેખિત રાજીનામું આપ્યું નથી. રાજીનામું આપવાનો કોઈ સવાલ જ નથી. મારી નિષ્ક્રિયતા જ મારું રાજીનામું છે. સમર્થકો સાથે મળીને આગળની રણનીતિ નક્કી કરીશ.

મંતવ્ય ન્યૂઝે જિલ્લા પ્રમુખ સાથે વાત કરી હતી. અને તેમણે જણાવ્યુ હતું કે, કામિનીબા એ મને રાજીનામુ નથી આપ્યું. 

જ કે, દહેગામ શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ મૃણાલી જોશીએ રાજીનામું આપી દીધુ છે. નારાજ કામિનીબા રાઠોડના સમર્થનમાં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. દેહગામ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખને લેખિતમાં રાજીનામું આપ્યું છે. સંગઠનમાં કાર્યકર્તાઓની ઉપેક્ષા થતી હોવાના આક્ષેપ સાથે રાજીનામુ આપ્યું છે.

છેલ્લા કેટલાક દિવસોથી કામિનીબા રાઠોડ ગુજરાત કોંગ્રેસથી નારાજ હોવાનું જણાઈ રહ્યું હતું. બે દિવસ પૂર્વે પણ  કામિનીબાએ જણાવ્યુ હતું કે, દહેગામના સંગઠન બાબતે નારાજગી છે. સાચા અર્થે કોંગ્રેસમાં કામ કરનારને સંગઠનમાં સ્થાન મળવું જોઈએ. દહેગામ સંગઠનમાં ફેરફાર થવા જોઈએ. પક્ષે મને ઘણું આપ્યું છે. આજે સી.જે ચાવડા અને બળદેવ ઠાકોર સાથે વાત થઈ છે. સંગઠનમાં કોને સમાવવા તે વાતને પક્ષની સામે મૂકી છે. મારી માંગણી પૂર્ણ નહિ થાય તો નિવૃત્તિ જાહેર કરીશ. ટીકીટ માટેનો કોઈ મુદ્દો નથી.

તાલુક પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણીમાં જે લોકોને જવાબદારી આપી હતી તેમના વિરુદ્ધમાં ઘણી ફરિયાદ હતી. જે લોકોને સંગઠનમાં સામેલ કરવામાં આવે છે તેઓ ક્યારેય પક્ષની મિટિંગમાં હાજર થયા નથી. દહેગામ સંગઠનમાં જે નિમણુંક થઈ રહી છે તે મારો મુદ્દો છે. પક્ષ જાણે છે કે કોણ કામ કરે છે કોણ નથી કર્યું.

રામ નવમી હિંસા/ રામનવમી પર હિંસાને  લઈ પોલીસનો સનસનીખેજ ખુલાસો કહ્યું, -મૌલવીએ…