Not Set/ મમતાના મંચ પરથી ભાજપના જ શત્રુએ ભરી હુંકાર, કહ્યું, “સાચું કહેવામાં બગાવત છે તો હું પણ…

કલકત્તા લોકસભાની ચૂંટણી પહેલા વર્તમાન મોદી સરકાર વિરુધ કલકત્તાથી વિપક્ષી પાર્ટીના નેતાઓ દ્વારા બ્યુગલ ફૂકવાનું શરુઆત કરી દેવામાં આવી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળ આયોજિત કરવામાં આવેલી રેલીમાં વિપક્ષી પાર્ટીઓના અનેક નેતાઓ હાજર રહ્યા છે, જેમાં ભાજપમાં બાગી નેતા શત્રુઘ્ન સિન્હા પણ શામેલ થયા છે. Shatrughan Sinha, BJP at Opposition rally in […]

Top Stories India Trending
bjp મમતાના મંચ પરથી ભાજપના જ શત્રુએ ભરી હુંકાર, કહ્યું, "સાચું કહેવામાં બગાવત છે તો હું પણ...

કલકત્તા

લોકસભાની ચૂંટણી પહેલા વર્તમાન મોદી સરકાર વિરુધ કલકત્તાથી વિપક્ષી પાર્ટીના નેતાઓ દ્વારા બ્યુગલ ફૂકવાનું શરુઆત કરી દેવામાં આવી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળ આયોજિત કરવામાં આવેલી રેલીમાં વિપક્ષી પાર્ટીઓના અનેક નેતાઓ હાજર રહ્યા છે, જેમાં ભાજપમાં બાગી નેતા શત્રુઘ્ન સિન્હા પણ શામેલ થયા છે.

તેઓએ આ દરમિયાન કહ્યું હતું કે, “આજના સમયમાં જે તાનાશાહી છે તે ચાલશે નહિ. રાતોરાત તેઓએ (પીએમ મોદી)એ નોટબંધી કરી દીધી હતી. આ નિર્ણય કરતી વખતે તેઓએ એ પણ ન વિચાર્યું કે, મજૂરો તેમજ સામાન્ય લોકોનું શું થશે. જો આ નિર્ણય પાર્ટીનો ન હતો, પરંતુ જો પાર્ટીનો હોત તો લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને અરુણ શૌરીને ખબર હોત”

દેશ હાલમાં બદલાવ ઈચ્છે છે. મને લોકો કહે છે કે, હું ભાજપની વિરુધ બોલું છું. પરંતુ જયારે સાચું કહેવું એ બગાવત છે ત્યારે સમજવું જોઈએ કે હું બાગી છું. થઇ શકે છે કે આં હું આ રેલી પછી ભાજપમાં ના પણ રહું.

શત્રુઘ્ન સિન્હા ઉપરાંત વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ પણ વર્તમાન મોદી સરકાર પર હુમલો બોલ્યો હતો.

૪૦ લાખ લોકો રહેશે હાજર

માનવામાં આવી રહ્યું છે કે, કલકત્તાના બ્રિગેડ મેદાનમાં આયોજિત આ મેગા – શોમાં અંદાજે ૪૦ લાખ લોકો હાજર રહેવાના છે અને બપોર સુધી તેઓ આ વિશાળ મેદાનની એક એક ઇંચ જગ્યાને ભરી દેશે. આ મેદાનમાંથી જ કેન્દ્રની મોદી સરકાર વિરુધ હુંકાર ભરવામાં આવશે.

૨૦ પાર્ટીઓના નેતાઓ રહેશે હાજર

મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળ મળી રહેલી ૨૦ પાર્ટીઓના નેતાઓ હાજર રહેવાના છે, જેમાં કોંગ્રેસ, જેડીએસ, નેશનલ કોન્ફરન્સ, NCP, RJD, SP, બસપા, ટીડીપી તેમજ આમ આદમી પાર્ટી સહિતની પાર્ટીઓ શામેલ છે.

જો કે આ રેલીમાં YSRના પ્રમુખ અને તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ હાજર રહેશે નહિ.