inaugurated/ સંરક્ષણ સચિવ ડૉ.અજય કુમારે ડાયરેક્ટર જનરલ ઑફ એરોનોટિક્સ ક્વૉલિટી એસ્યોરન્સ સ્ટોરનું કર્યું ઉદ્ઘાટન

ડિફેન્સ એક્સપો 2022 ના ભાગરૂપે આજે ડાયરેક્ટર જનરલ ઑફ એરોનોટિક્સ ક્વૉલિટી એસ્યોરન્સ (DGAQA) ના સ્ટોલનું ઉદ્ઘાટન સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમાર  દ્વારા ડાયરેક્ટર જનરલ  સંજય ચાવલા  અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ડાયરેક્ટર જનરલ ઑફ એરોનોટિક્સ ક્વૉલિટી એસ્યોરન્સ એ સંરક્ષણ મંત્રાલય હેઠળ કામ કરતા ઈન્ડિયન એરફોર્સ, નેવલ એવિએશન, આર્મી એવિએશન અને ભારતીય કોસ્ટ […]

Top Stories Gujarat
6 25 સંરક્ષણ સચિવ ડૉ.અજય કુમારે ડાયરેક્ટર જનરલ ઑફ એરોનોટિક્સ ક્વૉલિટી એસ્યોરન્સ સ્ટોરનું કર્યું ઉદ્ઘાટન

ડિફેન્સ એક્સપો 2022 ના ભાગરૂપે આજે ડાયરેક્ટર જનરલ ઑફ એરોનોટિક્સ ક્વૉલિટી એસ્યોરન્સ (DGAQA) ના સ્ટોલનું ઉદ્ઘાટન સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમાર  દ્વારા ડાયરેક્ટર જનરલ  સંજય ચાવલા  અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

ડાયરેક્ટર જનરલ ઑફ એરોનોટિક્સ ક્વૉલિટી એસ્યોરન્સ એ સંરક્ષણ મંત્રાલય હેઠળ કામ કરતા ઈન્ડિયન એરફોર્સ, નેવલ એવિએશન, આર્મી એવિએશન અને ભારતીય કોસ્ટ ગાર્ડને પૂરા પાડવામાં આવતા  ભારતીય લશ્કરી સાધનોની ગુણવત્તા ખાતરી અને અંતિમ નિરીક્ષણ પછીની મંજૂરી માટેની નિયમનકારી સત્તા છે.

 સંજય ચાવલાએ તેમની પ્રમાણપત્ર અને ક્વૉલિટી એસ્યોરન્સ પ્રવૃત્તિઓને સંક્ષિપ્તમાં સમજાવી હતી, જેમાં નવીનતમ પ્રોજેક્ટ (C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ)નો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ ગ્લોબલ-મેન્યુફેક્ચર્ડ ઇન ઇન્ડિયા હેઠળનો પ્રીમિયર પ્રોજેક્ટ છે.